ગિજુભાઈ કુમાર મંદિર ખાતે શાકભાજી, ફળોનું પ્રદર્શન યોજાયું

799
bhav1-2-2018-2.jpg

ગિજુભાઈ કુમાર મંદિર દ્વારા બાળકોમાં ફળ અને શાકભાજી પ્રત્યે જાગૃતતા આવે તેમજ તેમાં રહેલા ગુણ ધર્મો વિશે જાણે તેવા આશયથી ધોરણ ૧ અને રના બાળકો દ્વારા શિયાળામાં આવતા જુદા જુદા ૪૦ જેટલા શાકભાજીનું જીવંત પ્રદર્શન તેમજ જુદા-જુદા ૩૦ જેટલા ફળોનું પ્રદર્શન ખુશાલી આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવેલ છે. બાળકોને તેમના વર્ગ શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી જુદા-જુદા ફળ અને શાકભાજી બનાવવામાં આવેલ તેમજ તેના વિશે પાંચ વાક્ય પણ તૈયાર કરાયેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા હીનાબેન, પ્રજ્ઞાબેન, મેઘનાબેન, અજંતાબેન, શિવાંગબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. જ્યારે સેજલબા, ક્રિષ્નાબેન તેમજ શાળાના તમામ શિક્ષકોએ સુંદર જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન ગુરૂવારે ૧ર-૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શાળાના આચાર્ય અતુલભાઈ દ્વારા સૌને પ્રદર્શન નિહાળવા જણાવાયું છે.