હાવતડ ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો

786
guj1-2-2018-1.jpg

દામનગર પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન હાવતડ ગામ પાસેથી હોન્ડા લઈને પસાર થતા શખ્સને અટકાવી તલાશી લેતા જેની પાસેથી ઈંગ્લીશ દારૂ મળી આવતા ધોરણસરની અટક કરી હતી.દામનગર પોલીસ ટાઉન વિસ્તારમાં હાવતડ રોડ પર ટ્રાફીકની સપ્તાહની ઉજવણી દરમ્યાન વાહન ચેકીંગ કરતા હતા અને હાવતડ ગામ તરફથી એક મો.ાસ. ચાલક આવતો હોય જેને ઉભુ રાખવાનો સંકેત કરતા મો.સા. ચાલકે પોતાના મો.સા. ઉભુ રાખેલ અને રજી નંબર જીજે૧ સીકયુ ૧૮૩૭ લખેલ છે. જે મો.સા.માં એક પ્લાસ્ટિકની થેલી રાખેલ હોય જે થેલી ચેક કરતા તેમાંથી પરપ્રાંતના દારૂની પ્લાસ્ટિકની બોટલ નંગ-૮ મળી આવેલ. ઈસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ઝીતરા ઉર્ફે જીતુભાઈ વાગલાભાઈ ભુરા ઉ.વ.રપ ધંધો મજુરી રહે.મુળ ખોડા અંબા અમનકુવા ફળીયુ તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ હાવતડ રોડ ઉપર મજુરની રૂમમાં તા.લાઠી જી. અમરેલીવાળો હોવાનું જણાવેલ જેથી મજકુર પાસેથી મળી આવેલ પરપ્રાંતના દારૂની બોટલ જોતા પ્લાસ્ટિક પેકીંગની હોય પો.સ.ઈ. દામનગરના સીલ કરી કબ્જે કરેલ તેમજ બાકીની સાત બોટલની કિ.રૂા.ર૧૦૦ ગણી તથા પરપ્રાંતના દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ મો.સા. હીરો હોન્ડા સીડી ૧૦૦ જેના નંબર જીજે૧ સીક્યુ ૧૮૩૭ની કિ.રૂા.૧૦૦૦૦ ગણી કુલ મુદ્દામાલની કિ.રૂા.૧ર૪૦૦ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે અંગે ઈસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.