ચોરાઉ વાહન સાથે બે સગીરોને ઝડપી લીધા

1168
bvn8112017-4.jpg

શહેરના નારી ચોકડી પાસેથી બે સગીરો શંકાસ્પદ મોટરસાયકલ લઈ પસાર થતા એસઓજી ટીમે ઝડપી લઈ પુછપરછ કરતા બન્ને સગીરોએ બે મોટરસાયકલ ચોરી કર્યાની કબુલાત આપી છે.
એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે નારી ચોકડી પાસેથી સગીરોને શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવેલ અને આ બાબતે સગીરોની પુછપરછ કરતા તેઓએ કબુલાત આપેલ છે કે, આજથી આઠેક મહિના પહેલા વરતેજ નાની ખોડીયાર મંદીર પાસેથી એક હિરો સ્પલેન્ડર પ્લસર + મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરેલાનુ કબુલાત આપેલ છે જે બાબતે વરતેજ પો.સ્ટે.માં ગુન્હો રજી થયેલ છે અને  આજથી આઠ દિવસ પહેલા પ્રેસકર્વાટર ઓમ પાર્ટી પ્લોટ પાસેથી એક હિરો હોન્ડા સ્પલેન્ડર નં-જીજે ૧પ સીસી ૯૧૨૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- ની ચોરી કરેલ હતી જે મો.સા. ફેરવેલ બાદમાં નારી ચોકડી સત્યનારાયણ પેટ્રોલ પંપ મુકેલાની કબુલાત આપતા મો.સા. નારી ચોકડી સત્યનારાયણ પેટ્રોલ પંપ પાસેથી કબજે કરેલ છે જે બાબતે બોરતળાવ પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ છે.બન્ને સગીરોની અટકાયત કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. 

Previous articleજીવનનો મહિમા કરે તે ભજન બ્રહ્મ છે : મોરારિબાપુ
Next articleફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ