ભાવનગર હવાઈ મથકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉડતી મુલાકાત

1113
bvn1892017-4.jpg

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મંત્રીગણએ સાંજના સમયે ભાવનગરના એરપોર્ટ પર ટુંકા સમયગાળાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ દિલ્હી ખાતે જવા પ્રસ્થાન કર્યુ હતું.
આજરોજ અમરેલી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતનો કાફલો હેલીકોપ્ટર મારફતે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જેમને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીયા, જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એચ.આર. પટેલ સહિતનાએ આગંતુક મહેમાનોનું બુકે આપી સન્માન કર્યુ હતું. ત્યારબાદ તમામ મંત્રીગણ રવાના થયા હતા.

Previous articleઆર્મીમાં ફરજ બજાવતા યુવાનનંુ અકાળે નિધન
Next articleગુસ્તાખી માફ