લકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી દારૂ સાથે વિજાપુરનો બુટલેગર પકડાયો

557

ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા રાજ્યના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બુટલેગરો રાજસ્થાન, હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં વિદેશી દારૂના ઠેકાઓ ચલાવનાર અને બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે.

ફોર્ચ્યુનર કારનો ઉપયોગ રાજકીય અગ્રણીઓ, તબીબો, મોટા ધંધાર્થીઓ ઉપયોગમાં લેતા હોવાથી વિજાપુરના જુના સંઘપુર ના સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ નામના બુટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાખવા રાજસ્થાન માંથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ઘુસાડવા જતા બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીકથી ૩૦ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી નિષ્ફળ બનાવ્યો હતો.

મોડાસા રૂરલ પોલીસે હિંમતનગર-શામળાજી હાઈવે પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રૂરલ પીએસઆઈ શર્માને બાતમી મળતા બાતમી આધારિત શામળાજી તરફથી આવતી ફોર્ચ્યુનર કાર (ગાડી.નં-ય્ત્ન ૦૯ મ્ઈ ૦૭૬૯) ને અટકાવી કારમાંથી ક્વાંટરીયા-બિયર નંગ-૨૬૪ કિંમત રૂ.૩૦૦૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ (રહે, જુના સંઘપુર, મહેસાણા) ની ધરપકડ કરી આરોપી પાસેથી જપ્ત કરેલ મોબાઈલ નંગ-૧ કિંમત રૂ.૪૫૦૦ તથા ફોર્ચ્યુનર કારની કિંમત રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૦૩૪૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Previous articleભારે પવન સાથે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ
Next articleરાજ્યસભાની બંન્ને સીટો ભાજપ જીતશે કારણ કે તેમની પાસે ચૂંટણી પંચ છે