ભારે પવન સાથે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ

636

ગુજરાત પર ફરીથી ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ તો હટી ગયું છે. પરંતુ અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો હતો. વાયુના કારણે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર, બોપલ, થલતેજ, એસ.જી.હાઈવે પર વરસાદ પડી રહ્યો છે. સાથે સાણંદ, શાંતિપુરા સર્કલ, ઘુમામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે. હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.

હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે.આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે સાથે સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ પડી રહ્યો છે.

Previous articleજામનગરમાં મંદિરના ટ્રસ્ટી મંડળ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી
Next articleલકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી દારૂ સાથે વિજાપુરનો બુટલેગર પકડાયો