હવે બેંકો પણ સુરક્ષિત નથી! કાલુપુર કો.ઓપ. બેન્કના લોકરમાંથી લાખોના દાગીના ગુમ

502

જોધપુર ખાતે આવેલી કાલુપુર કો.ઓ.બેન્કના લોકર માંથી ૧૬ લાખથી વધુના દાગીના અને ર્સિટફિકેટ ચોરાઇ જવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ૧૫મી જૂને નોંધાઇ છે. એસજી હાઇવે નજીક રહેતા ફેકટરી માલિક પતિ અને રિક્રુટમેન્ટનું કામ કરતી મહિલાનું લોકર ખાલી મળતા તેઓ ચોંકી ગયા હતા. મહિલાએ પોતાનું લોકર ૨૦૧૮ના ઓગસ્ટ મહિનામાં ઓપરેટ કર્યું હતુ.

એસજી હાઇવે પર શેલ્બી હોસ્પિટલ પાછળના સંસ્કાર એપાર્ટમેન્ટમાં સારિકા જયવંતભાઇ ભટ્ટ (ઉ.૪૨) પરિવાર સાથે રહે છે અને નહેરુનગર ખાતે રિક્રુટમેન્ટ કન્સ્લટન્ટ તરીકે કામ કરે છે. પતિ ચાંગોદર ખાતે સ્ટીલની ફેકટરી ધરાવે છે. તેમનું જોધપુર ખાતે આવેલી કાલુપુર કો.ઓ.બેન્કમાં પંદર વર્ષથી સેવિંગ ખાતું છે. આ લોકરમાં લગ્નના અને નવા ખરીદેલા દાગીના રાખતા અને જરુર પડે બહાર કાઢતા અને પાછા લોકરમાં મુકી દેતા હતા. તાજેતરમાં બહેનપણીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો.

તેને ગોલ્ડ કોઇન આપવાનો હોવાથી લોકર ખોલવા ૧૩ જૂને ગયા ત્યારે દાગીના ન હતા. લોકરમાંથી ૧૭ જેટલા દાગીના, સર્ટી મળી કુલ ૧૬.૧૧ લાખના દાગીના મળ્યા ન હતા. આ અંગે તમામ દાગીનાના બીલ શોધી ફરિયાદ નોંધાવી હતી.

મહત્વની વાત તો એ છે કે, સારિકા ભટ્ટે છેલ્લે ઓગસ્ટ ૨૦૧૮માં પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરી ડાયમંડના દાગીના મુકવા ગયા હતા. લાંબા સમયથી તેમણે એકાઉન્ટ ઓપરેટ કર્યુ ન હતુ. લોકર ખાલી જોઇ તેઓ ચોંકી ગયા હતા. બીજી તરફ પોલીસે સીસીટીવી ફુટેજ સહિતની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.

Previous articleઅમદાવાદમાં બે વૃક્ષો અલગ અલગ જગ્યાએ ધરાશાયી થતાં ૧ યુવતીનું મોત, ૧ ઘાયલ
Next article૨૨ તાલીમી IPS ગુજરાતમાં અભ્યાસ પ્રવાસે, ઝ્રસ્ રૂપાણી સાથે કરી મુલાકાત