સામાન્ય સભા તોફાની બની : વિપક્ષે ઉઠાવ્યા સવાલો

505

ગાંધીનગર મહાનગર પાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. વિપક્ષે સત્તાધારી પક્ષને ઘેરતા જુદા જુદા સવાલો ઉઠાવ્યા હતા. જેમાં મુખ્યત્વે મહાનગર પાલિકાના સેક્રેટરીનું રાજીનામું સ્વીકારવાનો અધિકાર ચૂંટાયેલી પાંખનો હોવા છતાં કમિશનરે કયા અધિકાર હેઠળ તેનું રાજીનામુ સ્વીકાર્યું. ઉપરાંત ભરતીમાં થયેલ ગેરરીતિઓ અને સત્તાધારી પક્ષ દ્વારા મનફાવે તેમ નીતિ નિયમો નેવે મુકી કરાતાં કામો અંગે પોતાનો વિરોધ નોધાવ્યો હતો. પ્લાસ્ટીકના નગરમાં બે નંગે કયા નિયમો છે ? તેની પણ માંગણી કરી હાલ આ મુદ્દો મુલતવી રાખવા દબાણ કર્યું હતું. જો કે, આ મુદ્દો હવે પછીની સામાન્ય સભામાં લેવા માટેની સંમતિ સધાઈ હતી.

ભાજપના જ કોર્પોરેટરે ભરતી અંગે કમિશનર તેમજ સત્તાધારી પક્ષને લખેલા પત્રએ વિવાદ ઉભો કર્યો હતો. જો કે સામાન્ય સભામાં આ બાબત નહીં આવતાં વિરોધ પક્ષોએ સેટીંગ સેટીંગના નારા બોલાવ્યા હતા. મેયર ઓફિસ બહાર બેનર પ્રદર્શિત કરી, ભરતીના ઉમેદવારોને ન્યાય આપો… ભાજપ હાય… હાય… ના સુત્રોચ્ચારો કરી દેખાવો કર્યા હતા. બીજી તરફ મેયર રીટાબેન પટેલ અને ડે. મેયર નાઝાભાઈ ધાંધરે સંયુકત રીતે પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે ભરતી અંગે કોઈ જ ગેરરીતિ નથી, કોઈ ફરીયાદ મળી નથી અને સંપૂર્ણ પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ પધ્ધતિથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Previous articleઅમદાવાદ મેટ્રોનું સમય-પત્રક જાહેર, રેલ કોર્પોરેશન દ્વારા દૈનિક સંચાલનમાં વધારો કરાયો
Next articleગાંધીનગરના ડૉકટરો હડતાળમાં જોડાયા