અમદાવાદ મેટ્રોનું સમય-પત્રક જાહેર, રેલ કોર્પોરેશન દ્વારા દૈનિક સંચાલનમાં વધારો કરાયો

443

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધી સાંજના પાંચ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી, પરંતુ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જારી કરેલા નવા સમયપત્રક પ્રમાણે સાંજના સાડા છ વાગ્યા સુધી મેટ્રો દોડશે.

જેમાં અપરેલ પાર્ક અને વસ્ત્રાલ ગામ તરફ એમ બે વિભાગમાં સંચાલન થશે. જેમાં વસ્ત્રાલ ગામથી વહેલી સવારે ૯ વાગે મેટ્રો ઉપડશે જે ૯ઃ૦૪ વાગે નિરાંત ચોકડી અને ત્યાર બાદ ૯ઃ૧૫ વાગે અમરાઈવાડી પહોચશે. આમ વસ્ત્રાલગામથી અમરાઈવાડીનું અંતર ૧૫ મિનિટમાં પુરૂ થશે.

આવી જ રીતે અપેરલ પાર્કથી સવારે ૯ઃ૨૫ વાગે મેટ્રો ઉપડશે જે ૯ઃ૩૦ વાગે અમરાઈવાડી પહોચશે જ્યારે ૯ઃ૪૧ વાગે નિરાંત ક્રોસ રોડ પહોચશે.

આ પ્રકારે વસ્ત્રાલ ગામ તરફ જતી મેટ્રો દિવસના કુલ ૧૧ ફેરા કરશે, જ્યારે અપરેલ પાર્ક તરફ જતી મેટ્રોલ દિવસના કુલ ૧૨ ફેરા કરશે.

Previous articleઅંબાજી રોડ પર બાઈક અકસ્માતમાં ત્રણના મોત
Next articleસામાન્ય સભા તોફાની બની : વિપક્ષે ઉઠાવ્યા સવાલો