અમિત શાહ ૩-૪ જૂલાઈએ ગુજરાત પ્રવાસે, જગન્નાથ મંદિરમાં મંગળા આરતી ઉતારશે

555

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ (૩ અને ૪ જૂલાઈ) ગુજરાતની મુલાકાતે આવશે. ૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે મંગળા આરતી ઉતારશે. આ સિવાય ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે.

૪ જુલાઈના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરની ૧૪૨મી રથયાત્રાનો પહેલા પડાવ એટલે કે જળયાત્રાનું આજે(સોમવાર) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી હતી.

Previous articleવિપક્ષ નંબર માટેની ચિંતા છોડી યોગદાન આપે : મોદીની સલાહ
Next articleભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ૧૪૨મી જળયાત્રાઃ ૧૫ દિ’ મોસાળ મહાલશે ભગવાન