ગણપત યુનિવર્સિટી દ્વારા નવા બીએસસી ડેટા સાયન્સ પ્રોગ્રામની શરૂઆત કરી

564

ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજીએ આઈબીએમના સહયોગથી નવા ‘બીએસસી ડેટા સાયન્સ કોર્સ(પ્રોગ્રામ) ’ ની રજુઆત કરી છે. આ સહયોગ ડેટા સાયન્સ માટે એપ્લિકેશનને વિકસાવવા અને ઉપયોગ કરવા જ્ઞાન અને કુશળતા સાથે ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને સજ્જ કરશે. ઉપરાંત આઈબીએમ કૅરિઅર એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા અવાર-નવાર અને સતત રજુ થતા સંબંધિત કોર્સિસ વિષે પણ યુનિવર્સિટીના ફેકલ્ટી-મેમ્બર્સને જ્ઞાત કરવામાં આવશે જેથી તે જ્ઞાનનો સમાવેશ બીએસસી ડેટા સાયન્સ ના કોર્સમાં પણ ક્રમશઃ ઉમેરો કરી શકાય.

બીએસસી ડેટા સાયન્સનો આ પ્રોગ્રામ ત્રણ વર્ષનો છે, જેમાં વિદ્યાર્થીઓ ભવિષ્યના વિશ્લેષક – એક ડેટા વૈજ્ઞાનિક બનશે જે વ્યાપક વિશ્લેષણાત્મક અને તકનિકી કુશળતા સાથે ડેટાને સંભાળવા અને તેનું વિશ્લેષણ કરવાના તમામ પાસાં આવરી લેશે. વિદ્યાર્થીઓને તકનીકિ વિષયો જેવા કે ડેટા સાયન્સ, પ્રોગ્રામિંગ, મશીન લર્નિંગ, એલ્ગોરિધમ્સ ડેવલમેન્ટ અને ડેટા મેનેજમેન્ટ તેમજ તેની સાથે સામાજિક વિજ્ઞાન એપ્લિકેશન્સ, સંશોધન પદ્ધતિઓ, ડેટા વિઝ્યુલાઇઝેશન, કોમ્યુનિકેશન અને નિર્ણાયક પ્રતિબિંબ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાઓમાં વ્યાપક શિક્ષણ મળશે.

બીએસસી ડેટા સાયન્સ કોર્સ(પ્રોગ્રામ) વિશે વિદ્યાર્થીઓએ વધુ જાણવા ગણપત યુનિવર્સિટીની અમદાવાદ ઓફિસ – ગણપત યુનિવર્સિટી સિટી ઓફિસ અને માહિતી સેન્ટર, ૩જો અને ૪થો માળ, ગણેશ મેરિડિયન, બ્લોક – એ, ચાણક્યપુરી રોડ, કારગિલ પેટ્રોલ પંપની સામે, એસ.જી, હાઇવે, અમદાવાદ ખાતે રૂબરૂ આવવાનું રહશે અથવા તેઓ વેબસાઈટ www.ganpatuniversity.ac.in પણ વિઝિટ કરી શકશે.

એક સર્વે અનુસાર ભારતમાં ડેટા વૈજ્ઞાનિકોની માંગ વર્ષ ૨૦૨૩માં અંદાજે ૩.૫૦ લાખની થશે. ભારતની નોકરી શોધની પ્રસિદ્ધ સાઈટ -Naukri.com દ્વારા કરાયેલ સર્વેમાં ભારતમાં ડેટા વૈજ્ઞાનિકોની ૨૫ હજારથી વધુની તકો છે. આગામી સમયમાં તેની માંગ સાથે વેતનમાં પણ વધારો થશે. હાલ ડેટા વૈજ્ઞાનિકનું સરેરાશ વેતન પેકેજ રૂ. ૭ લાખ જેવું છે જે વધીને ૮ લાખ સુધી પહોંચી શકે છે.

Previous articleમોટોરોલા વન વિઝનઃ ઈનોવેશન અને એન્ડ્રોઈડ વનની ગૂડનેસનો અનુભવ કરો
Next articleથરાદ તાલુકાના વાડિયા નજીક પ્રાથમિક શાળાની દીવાલ જર્જરિત હાલતમાંઃ વિદ્યાર્થીના જીવનને સંકટ