સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોએ RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને તગેડી મૂક્યા

428

શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી સ્વામિ-નારાયણ હાઈસ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે. અહીં શાળામાં ઇ્‌ઈ હેઠળ અભ્યાસ કરતા બાળકો સહિત કુલ ૬૦ બાળકોને સ્કૂલ લિવિંગ પકડાવી દેવામાં આવ્યા છે. શાળા શરુ થયાના ત્રણ મહિના પછી આ પ્રકારનું પગલું ભરતા બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકાયું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગોમતીપુર વિસ્તાર માં આવેલી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાની દાદાગીરી સામે આવી છે. શાળાના ટ્રસ્ટીએ શાળા બંધ કરવાના આશયથી આ વર્ષે વિદ્યાર્થીઓને ઇ્‌ઈ અંતર્ગત પ્રવેશ નથી આપ્યો. સાથે જ ગુજરાતી માધ્યમની સ્વામી-નારાયણ પ્રાથમિક શાળા અને અંગ્રેજી માધ્યમની સરદાર ઈંગ્લિશ સ્કૂલમાં ચાલતા ધોરણ ૧ના વર્ગો આ વર્ષથી જીલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વિના જ બંધ કરી દીધા છે.

આ વર્ષે નવું સત્ર શરુ થયા બાદથી અત્યાર સુધીમાં ધોરણ-૨ થી ધોરણ-૫ સુધીમાં અભ્યાસ કરી રહેલા ઇ્‌ઈ અંતર્ગત સહિતના ૬૦થી વધુ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા છે. શાળાની મનમાની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે અને શાળાને આ વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.

શાળાઓ શરુ થયાના ૩ મહિના બાદ અધવચ્ચેથી બાળકોને કઈ શાળામાં પ્રવેશ અપાવવો તેને લઈને વાલીઓ પરેશાન થયા છે. ડ્ઢર્ઈં નો આદેશ હોવા છતાં શાળા દ્વારા શિક્ષણ નિયામકના આદેશનો હવાલો આપીને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાલીઓના હોબાળાના પગલે ડ્ઢર્ઈં કચેરીના અધિકારી પણ શાળાએ પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleFRCએ એકલવ્ય સ્કૂલને સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો
Next articleએસટી ડેપોની જર્જરીત છતમાંથી ટપકતાં પાણીથી મુસાફરો પરેશાન