FRCએ એકલવ્ય સ્કૂલને સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો

675

ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદની એકલવ્ય સ્કૂલને અધધ સવા પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી એકલવ્ય શાળાએ એડમિશન ફીના નામે ખોટી રીતે વાલીઓથી નાણાં વસૂલ્યા હતા. આથી રૂપિયા ૩.૫૦ કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા આદેશ કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલી એકલવ્ય સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. આ વખતે આ સ્કૂલને ફી રેગ્યુલેટરી કમિટીએ કરોડોનો દંડ ફટકાર્યો છે. હ્લઇઝ્રએ એકલવ્ય શાળાને રૂપિયા ૫.૨૫ કરોડથી વધુનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યો છે. જેમાં રૂપિયા ૩.૫૦ કરોડથી વધુની રકમ શાળાએ વાલીઓને પરત કરવા, જ્યારે અન્ય સુવિધાઓના નામે વસૂલેલી વધારાની ૧ કરોડ ૮૧ લાખની એફડી કરવા હ્લઇઝ્ર આદેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી એકલવ્ય શાળાએ એડમિશન ફીના નામે ખોટી રીતે વાલીઓ પાસેથી નાણાં વસૂલ્યા હતા. શાળાએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન એડમિશન ફીના નામે ૮૭ લાખ ૫૮ હજાર રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવ્યા હતા. જ્યારે ૧ કરોડ ૨૫ લાખ ૯૧ હજાર રૂપિયા વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન એડમિશન ફીના નામે લીધા હતા.

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન એડમિશન ફીના નામે ૧ કરોડ ૩૮ લાખ ૨૯ હજાર વસૂલ્યા હતા. મહત્વનું છે કે એકલવ્ય શાળાની ફી મામલે તપાસ માટે ગયેલા જિલ્લા શિક્ષણાધિકારીને પણ સ્કૂલે બહાર બેસાડી રાખ્યા હતા.

Previous articleછત્રાલ બ્રિજ પર અજાણ્યા વાહને જ્યુપીટરને ટક્કર મારતાં કલોલના યુવાનનું મોત
Next articleસ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોએ RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને તગેડી મૂક્યા