એ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે ફાયરીંગ : એક શખ્સ ઝડપાયો

704

શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં એ.વી.સ્કુલના મેદાન નજીક યુવાન સાથે બોલાચાલી કરી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર પૈકીના એક શખ્સે પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ચાર પૈકી ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લઇ પિસ્તોલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડી રાત્રીના બનેલી ઘટના અંગે સી ડીવીઝન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના નવાપરા જુની પોલીસ લાઇનમાં રહેતા યાસીનભાઇ યુનુસભાઇ ઉનડ (ઉ.વ.૨૪) ના ગતરાત્રીના બ્રિજરાજસિંહ અને દિવ્યરાજસિંહ સાથે બોલાચાલી થઇ હતી. ઉપરોક્ત શખ્સો સાથે થયેલી બોલાચાલી બાદ યાસીનભાઇ ક્રેસન્ટ નજીકના એ.વી.સ્કુલના મેદાન પાસે હતા ત્યારે મોડી રાત્રે બ્રિજરાજસિંહ અને દિવ્યરાજસિંહ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ આવી યાસીનભાઇને સમાધાન કહી ઉશ્કેરાઇ જઇ ફરી બોલાચાલી કરી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે દરમ્યાન બ્રિજરાજસિંહે પોતાની પાસે રહેલી પિસ્તોલ વડે યાસીનભાઇ પર ધાક ઉભી કરવા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. ઘટનાની જાણ થતા સીટી ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ચાર પૈકી હવામાં ફાયરીંગ કરનાર બ્રિજરાજસિંહને ઝડપી લઇ તેમની પાસેથી પિસ્તોલ કબ્જે કરી આ ઘટના અંગે યાસીનભાઇ યુનુસભાઇ ઉનડે બ્રિજરાજસિંહ, દિવ્યરાજસિંહ અને બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ આઇ.ડી.જાડેજા ગુન્હો નોંધી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ
Next articleજાળીલા ખાતે ઉપસરપંચની હત્યામાં ૮ની ધરપકડ