ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી જાફરાબાદ મરીન પોલીસ

696

તા.૨૦/૦૬/૨૦૧૯ ના રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ. વાય.પી.ગોહીલ તથા હેઙ.કોન્સ. આર.ડી.વાળા તથા પો.કોન્સ મહેશભાઇ હીમાસીયા તથા પો.કોન્સ મિલનભાઇ મારૂ તથા જાફરાબાદ મરીન પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી આધારે પ્રોહી પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન હકીકત મળેલ હોય કે સામાકાઠા તલાવડી વિસ્તારમાં ખોડીયાર માંના મંદિર સામે ત્હોમદાર રાકેશભાઇ ભગુભાઇ બારૈયા જાતે (ખારવા) ઉ.વ ૨૬ રહે જાફરાબાદ વાળો એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૪ કી.રૂા. ૮,૪૦૦/- મુદ્દામાલ સાથે પકડાઇ જઇ  ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડેલ છે. આમ, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.વાય.પી.ગોહીલ તથા હેઙ.કોન્સ. આર.ડી.વાળા તથા પો.કોન્સ મહેશભાઇ હીમાસીયા તથા પો.કોન્સ મિલનભાઇ મારૂ તેમજ જાફરાબાદ મરીન પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Previous articleનંદી શાળાના સ્વંયમ સેવકો, પશુ ડોકટરે હડકાયો આખલાને ધેનના ઈન્જેકશનથી કાબુમાં લીધો
Next articleએ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે ફાયરીંગ : એક શખ્સ ઝડપાયો