જાળીલા ખાતે ઉપસરપંચની હત્યામાં ૮ની ધરપકડ

1332

બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામ પાસે પુર્વ આયોજીત કાવતરૂ રચી મોટર કાર દ્વારા મોટર સાઈકલને ટક્કર મારી ઇજાઓ પહોચાડી તિક્ષણ હથિયારના ઘા ઝીકી જાળીલાના ઉપ સરપંચ તેમજ સરપંચના પતિને લોહીયાળ ઇજાઓ પહોચતા અમદાવાદની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી રાણપુર પોલીસે ૯ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં ૮ આરોપીની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમા જ અટકાયત કરવામાં આવી હતી જયારે ૧ આરોપીઓ પોલીસ પકડથી દુર છે ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા લાશ નહિ સ્વીકારવાના પગલે જાળીલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું આ  અંગેની જાણ થતા જ અશોકકુમાર યાદવ (રેન્જ આઈ.જી.ભાવનગર),સુજીતકુમાર(કલેકટર બોટાદ) આશિષકુમાર (જિલ્લા વિકાસ અધિકારી બોટાદ) સહીત અમરેલી,ભાવનગર તેમજ બોટાદ જીલ્લાના પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામ પાસે તા.૧૯/૦૬/૨૦૧૯ ના રોજ બપોરના ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં બરવાળા-જાળીલા રોડ ઉપર મોટર સાયકલ નંબર જી.જે.૧.એલ.યુ.૨૪૯૧ ઉપર સવાર મનજીભાઈ જેઠાભાઈ સોલંકી ઉ.વ.૫૧ રહે.જાળીલા, તા.રાણપુર સાથે મોટર કાર નંબર જી.જે.૬.બી.એ. ૬૦૦૩ ના ચાલક દ્વારા મોટર સાયકલને ટક્કર મારી રોડ ઉપર પછાડી દઈ આરોપીઓ દ્વારા લોખંડના પાઈપ, લાકડા સહિતના તિક્ષણ હથિયારો ધારણ કરી માર મારતા મનજીભાઈ સોલંકીને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે આર.એમ.એસ. હૉસ્પિટલ ધંધુકા ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત જાળીલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકી ઉ.વ.૫૧ નું કરુણ મોત નિપજ્યું હતુ આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષારભાઈ મનજીભાઈ સોલંકી દ્વારા રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીઓ આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. ૩૦૨, ૨૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા એટ્રોસીટી એક્ટ સુધારણા અધિ-૨૦૧૫ ની કલમ ૩(૧)(ઇ)(જી) તથા ૩(૨)(૫-અ) જીપીએકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીના નામ

(૧) ભગીરથ જીલુભાઈ ખાચર

(૨) કિશોર જીલુભાઈ ખાચર

(૩) હરદીપ ભરતભાઈ ખાચર

(૪) જીલુ આપાભાઈ ખાચર

(૫) અશોક કનુભાઈ ખાચર

(૬) વનરાજ કનુભાઈ ખાચર

(૭) પ્રતાપ કનુભાઈ ખાચર

(૮) ઋતુરાજ અશોકભાઈ ખાચર

(૯) રવિરાજ અશોકભાઈ ખાચર

તમામ રહે. જાળીલા, તા.રાણપુર, જી.બોટાદ

Previous articleએ.વી.સ્કુલ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે ફાયરીંગ : એક શખ્સ ઝડપાયો
Next articleઆવતીકાલે ભાવનગરમાં મુખ્યમંત્રી દ્વારા જવાહર મેદાન ખાતે એસ.ટી. સ્ટેન્ડનું લોકાર્પણ