આવતીકાલે ભાવનગરમાં મુખ્યમંત્રી દ્વારા જવાહર મેદાન ખાતે એસ.ટી. સ્ટેન્ડનું લોકાર્પણ

800

ભાવનગરમાં છેલ્લા ઘણાં સમયથી જર્જરીત અને જોખમી એસ.ટી. બસ સ્ટેન્ડને દુર કરી તેના સ્થાને એરપોર્ટ જેવી સુવિધા સાથેનું બસ સ્ટેન્ડ બનાવવા આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે. ઘણા સમયથી ભાવનગરમાં અત્યાધુનિક એસ.ટી. સ્ટેન્ડ બનાવવાની વિચાર રાજ્ય સરકાર યોજના ઘડી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શનિવારે ભવ્ય સમારોહ યોજી નવા બસ સ્ટેન્ડનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. આમ, ભાવનગરને નવા એસ.ટી. સ્ટેન્ડથી જિલ્લાના મુસાફરોને નવી સુવિધામાં વધારો કરાશે.

ભાવનગરમાં નિર્માણ કરવા રાજ્ય સરકારે વર્ષો અગાઉ જાહેરાત કરેલી છે. જો કે બે વખત ટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીએ રસ દાખવ્યો નથી. ત્યારે ત્રીજી વખતે સફળતા મળતાં હવે તા.૨૨ને શનિવારે રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગરના નવા બસ સ્ટેન્ડ માટે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના વિવિધ ૨૧ બસ સ્ટેશનોના લોકાર્પણ, ત્રણ બસ સ્ટેશન અને બે સ્ટાફ કોલોનીનું ખાતમુહૂર્ત તથા નવીન મીનીબસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી બસો તથા ટ્રાફીક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (ટીમ) વાનનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય વાહન વ્યવહાર, કૃષિ અને ગ્રામ વિકાસના મંત્રી આર.સી.ફળદુ, મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકી, મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ અને યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર મનભા મોરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભાવનગરના એસ.ટી.૧૦.૬૫ કરોડના ખર્ચે બનશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે સંકુલમાં એ.સી. વેઇટીંગ રૂમ, ૧૮ પ્લેટફોર્મ, તમામ પ્લેટફોર્મ પર એલઇડી, માતાઓ માટે ચાઇલ્ડ કેર રૂમ, મુસાફરોના મનોરંજન માટે એલઇડી ટીવી તથા કેન્ટીન તથા સ્ટોલની સુવિધા રહેશે.

Previous articleજાળીલા ખાતે ઉપસરપંચની હત્યામાં ૮ની ધરપકડ
Next articleદિવ્યા દત્તા રિયાલિટી શો જજ કરવા માટે ઇચ્છુક છે