છેલ્લા સેમની પરીક્ષા પૂરી થયાના ૩૦ દિવસમાં જ જીટીયુ પરિણામ આપશે

500

જીટીયુના ફાઇનલ સેમેસ્ટરનું પરિણામ મોડું આવતું હોવાથી વિદેશમાં વધુ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

આ બાબતને ધ્યાને રાખી આ વર્ષથી જીટીયુની પેપર ચેકિંગ પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. હવે પરીક્ષા પૂરી થયા બાદ કોલેજોમાંથી આવતા પેપર સ્કેન કરી બીજા જ દિવસે ચેકિંગ શરૂ થશે અને ૩૦ દિવસમાં પરિણામ આવી જશે.

જવાબ પેપર જીટીયુમાં જમા થયાના બીજા જ દિવસથી પેપર ચેકિંગ શરૂ કરવાનો નિર્ણયઃ જીટીયુના મોડા પરિણામને કારણે વિદેશની યુનિવર્સિટીઓમાં સમગ્ર એડમિશન પ્રક્રિયા મોડી થાય છે. જેથી વિદ્યાર્થીઓએ ફોરેન યુનિવર્સિટીમાં બીજા સેશનમાં એડમિશન કન્ફર્મ કરાવવું પડે છે. જેથી છ મહિના જેટલો સમય પસાર થઇ જાય છે. અત્યાર સુધી જીટીયુમાં ૪૫ દિવસમાં પરિણામ આપવાનો નિયમ હતો, પરંતુ પેપર ચેકિંગની પ્રક્રિયા વહેલા થવાને કારણે પરિણામમાં ૧૫ દિવસનો ઘટાડો થઇ શકે છે.

પેપર ચેકિંગની પ્રક્રિયા શરુ થાય એ પહેલા રાજ્યની દરેક કોલેજોમાંથી જવાબ પેપર જીટીયુ ચાંદખેડામાં આવે છે. પેપર પૂરું થયાની મોડી રાત્રી સુધીમાં દરેક પેપર જમા થાય છે. બીજા દિવસથી જવાબ પેપરનું સ્કેનિંગ શરૂ થાય છે. તમામ પેપરનું સ્કેનિંગ પુરુ થયા બાદ પેપરને ચેકિંગ માટે નક્કી કરેલા કેન્દ્રો પર મોકલાય છે. મોડા પરિણામને કારણે બહારની યુનિવર્સિટીમાં જવા માગતા વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે.

અત્યાર સુધી ૪૫ દિવસમાં પરિણામ જાહેર થતું હતું, હવે ૧૫ દિવસ ઘટશેઃ તમામ જવાબ પેપર સ્કેનિંગ થયા બાદ તુરંત જ ચેકિંગ માટે મોકલાશે, એટલે કે આજે જે પેપર પુરુ થયું તેનું ચેકિંગ બીજા દિવસે શરું થશે. અત્યાર સુધી જવાબ પેપરના સ્કેનિંગ બાદ પરીક્ષા પૂરી થયા બાદ ચેકિંગ માટે મોકલાતા હતા. પરંતુ હવેથી ચેકિંગ માટેનો સમય ઓછો થશે. જેના કારણે પરિણામ પરીક્ષા પૂરી થયાના ૪૫ દિવસને બદલે ૩૦ દિવસમાં જ જાહેર કરી શકાશે

Previous articleજય માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રોને મફત ચોપડા અપાયા
Next articleજિ.પંચાયતમાં ૭ સભ્યોને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની અરજી નિર્દિષ્ટ અધિકારીએ ફગાવી