મનપા દ્વારા ચેકડેમ તોડવામાં આવતા સ્થાનિકો લોકોએ હોબાળો મચાવ્યો

406

મવડી કણકોટ રોડ પર આવેલા ચેકડેમને મનપા દ્વારા તોડવાની કામગીરી કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે. એક તરફ સરકાર પાણીનો સંગ્રહ કરવા માટે યોજના લાવી રહી છે. તો બીજી બાજુ મનપા દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમ મનપા દ્વારા જ તોડવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ ડેમ ૧૦૦થી વધુ ખેતરને પાણી પહોંચાડે છે. આ સાથે જ આ ડેમથી ૨૦ હજાર માણસોને ફાયદો થાય છે. મનપા અહીંયા ચેકડેમ તોડી પાણીનો સંપ બનવવા માગે છે. હાલ સ્થાનિકોએ ચેકડેમ તોડવાની કામગીરીનો વિરોધ કરી તુટેલો પારો ફરી બુરી દેવામાં આવ્યો છે.

એક તરફ સરકાર પાણી માટે ચિંતિત છે. તો બીજી બાજુ મનપાના પાપે સરકારની જળસંચય યોજના પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે.

રાજકોટ ના કણકોટ મવડી રોડ પર આવેલ ચેક ડેમનું ભાજપના પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા દ્વારા ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. જો કે આ ડેમ બનાવ્યો તેને લગભગ ૨૫ વર્ષ કરતા પણ વધુ વર્ષ થઈ ગયા છે. ત્યારે આ ચેક ડેમ બનવાથી આસપાસના ૧૦૦ જેટલા ખેતરને સીધો ફાયદો થાય છે અને હાલ નવું રાજકોટ બન્યું છે અને તેમાં રહેવા આવેલા ૨૦ હજાર કરતા વધુ લોકોને આજ પાણીના કારણે ઉનાળાના કપરા દિવસો પણ સહેલાઇથી કપાઈ જાય છે.પરંતુ ગઈકાલે મનપાનુ બુલડોઝરે ડેમની એક સાઈડનો પારો તોડવાનું શરૂ કર્યું હતું. જોકે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મનપાનું બુલડોઝર ત્યાંથી હટાવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા તૂટેલા પારાને તાત્કાલિક રીપેર કરી પાણીનો સંગ્રહ કરવા બચાવી લેવામાં આવ્યો હતો.

Previous articleગણેશ વિસર્જન સમયે વાત્રક નદીમાં ડૂબેલા ૬ યુવકોનાં મૃતદેહ મળી આવ્યા
Next articleઆરટીઓ કચેરીમાં પકડાયેલ ૪૯ એજન્ટોમાંથી એકની તબિયલ લથડી, સિવિલમાં દાખલ