આરટીઓ કચેરીમાં પકડાયેલ ૪૯ એજન્ટોમાંથી એકની તબિયલ લથડી, સિવિલમાં દાખલ

472

સુભાષબ્રિજ આરટીઓમાં મુખ્ય દરવાજો બંધ કરી દઈ ૪૯ એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. તમામ એજન્ટોને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજે જયંતિ પટણી નામના આરોપીની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપી જયંતિ પટણીને હાલ સિવિલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર વિભાગે ૪ સપ્ટેમ્બરે વિવિધ આરટીઓને પરિપત્ર કરી એજન્ટ પ્રથાના પ્રતિબંધનો કડક અમલ નહીં થાય તો જે તે આરટીઓને જવાબદાર ગણાશે. જેના પગલે સુભાષબ્રિજ આરટીઓ એસ.પી.મુનિયાએ શુક્રવાર બપોરે બે વાગે અચાનક કાર્યવાહી શરૂ કરી હતી. સવારે ૧૧ વાગ્યાથી એજન્ટો પ્રવેશ્યા હતાં છતાં બપોર બે વાગે કાર્યવાહી શરૂ કરાઇ હતી.

આરટીઓએ મુખ્ય દરવાજો બંધ કરાવી દીધો હતો અને પાછળના દરવાજેથી પોલીસ કાફલો કચેરીમાં બોલાવી એજન્ટોને પકડાવ્યા હતાં. પોલીસની ગાડીઓ ભરાઇ ગયા બાદ ફરીવાર પોલીસવાન આવે ત્યાં સુધી દરવાજો બંધ રાખ્યો હતો અને ભારે બફારા વચ્ચે એજન્ટો તેમજ અરજદારોને પણ અંદર ગોંધી રાખ્યા હતાં. લોકોએ વિરોધ કરતા અરજદારોની ઓળખ લઈ જવા દેવાયા હતા. જ્યારે એજન્ટોને ચારેય તરફથી કોર્ડન કરી દેવાયા હતાં. ચાર વાગ્યા સુધી કાર્યવાહી કરી ૪૯ એજન્ટની ધરપકડ કરી રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. બે માળની કચેરીમાં માત્ર પ્રથમમાળે જ કાર્યવાહી કરાઇ હતી. જ્યારે લાઇસન્સ વિભાગ, ટેસ્ટટ્રેક તેમજ નંબર પ્લેટ વિભાગમાં કાર્યવાહી વગર જ એજન્ટો નહીં હોવાનો આરટીઓએ દાવો કર્યો હતો.

Previous articleમનપા દ્વારા ચેકડેમ તોડવામાં આવતા સ્થાનિકો લોકોએ હોબાળો મચાવ્યો
Next articleકેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે