ગાંધીનગરમાં વીસીઈનાં ફરી એકવાર ધરણા અને આવેદન

1040
gandhi2092017-2.jpg

ગાંધીનગર ઉપવાસ છાવણી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર સાહસિકોએ કાયમી કરવાની માંગણી સાથે આજે ધરણા યોજયા હતા. 
આ સાથે તેઓ સરકારી કર્મચારીને મળતા લાભોની માંગણી પણ કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર મુખ્યમંત્રીને આપ્યુ હતું. 
સાહસિક મંડળના પ્રમુખ શકરાજી દ્વારા જણાવ્યા મુજબ ગામડાના છેવાડાના માનવીને રાજયની યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કામ કરતાં વીસીઈને પગાર કે વીમા ઉપરાંત કોઈ પણ લાભ મળતાં નથી. 
માત્ર કમિશન પર કામ કરે છે જે હાલના સમય પ્રમાણે ગુજરાન ચાલી શકે તેમ નથી. અગાઉ પણ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં કોઈ હકારાત્મક પગલાં હજુ સુધી લેવાયા નથી. અને છેલ્લા ૧૦ વર્ષથી વધુ નોકરી કરતાં તમામ માટે વર્ગ – ૩ નો દરજજો, કમિશન પ્રથાને બદલે પગાર તેમજ સરકારી લાભો મેળવવા માટે અમે વારંવાર રજુઆતો કરી છે. 
ગુજરાતના ૧૩૭૦૦ થી વધુ ગામોમાં દશેક વર્ષથી ઓપરેટરો સેવા આપી રહ્યા છે. જેમાં ૪૦ ટકા જેટલી બહેનો પણ સેવા આપી રહી છે.

Previous articleમહાત્મા મંદિર ખાતે બુધ્ધિસ્ટ કોન્ફરન્સમાં બ્રહ્માકુમારી સંસ્થા
Next articleસ્વ. શંકરલાલ ગુરૂને વિધાનસભામાં અધ્યક્ષ, શક્તિસિંહ ગોહિલ અને એકસ એમએલએ કાઉન્સીલ દ્વારા શ્રદ્ધાંજલી