સ્વ. શંકરલાલ ગુરૂને વિધાનસભામાં અધ્યક્ષ, શક્તિસિંહ ગોહિલ અને એકસ એમએલએ કાઉન્સીલ દ્વારા શ્રદ્ધાંજલી

991
gandhi2092017-1.jpg

માજી ધારાસભ્ય તરીકે સ્વ. શંકરલાલ ગુરૂની સામાજિક અને શૈક્ષણિક રીતે કરેલી સેવાઓ સદાયે અવિસ્મરણીય રહેશે. તેઓની સમાજ ઉત્થાન, ખેડૂતો માટે તથા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે કરેલી કામગીરી અન્યો માટે પ્રેરણારૂપ છે. તેવું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું. 
આજે ગાંધીનગર ખાતે ગુજરાત એક્સ એમ.એલ.એ. કાઉન્સીલ દ્વારા સંસ્થાના દિવંગત ચેરમેન શંકરલાલ ગુરૂને શ્રદ્ધાંજલિ આપતા રમણલાલ વોરાએ કહ્યું કે, સંસદીય પ્રણાલીઓ અને વિધાનસભાની વિવિધ કામગીરીઓ અંગે ધારાસભ્યોને માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે સ્વ. શંકરલાલ ગુરૂના માનમાં ગુજરાત વિધાનસભા ખાતે વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પડાશે. 
સાથે સાથે માજી ધારાસભ્યોને જાહેર જીવનમાં કોઇ તકલીફ ન પડે અને તેમની આગવી ઓળખ ઉભી થાય તે માટે ડિપ્લોમેટ પાસપોર્ટ સાઇઝના ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. 
શંકરલાલ ગુરૂ સાથેના સંસ્મરણોને તાજા કરતા કહ્યું હતું કે ધારાસભ્યોના કલ્યાણ માટે તેમણે અનેક રજુઆતો તેમણે કરી હતી તે સંદર્ભે  આઇ.એ.એસ. ઓફિસરને આરોગ્ય સવલત માટે જે હોસ્પિટલના લાભો મળે છે તે જ લાભો માજી ધારાસભ્યોને પણ આપી દેવાયા છે. તેમજ રાજ્ય સરકારની ય્.જી.ઇ.્‌.ઝ્ર. ની તમામ બસોમાં મફત મુસાફરી પત્ની સાથે પુરી પાડવામાં આવે છે તથા પત્ની ન હોયતો એટેન્ડન્ટને આ લાભો રાજ્ય સરકારે આપ્યા છે. આગામી સમયમાં રેલ્વેમાં સેકન્ડ ક્લાસમાં મુસાફરી તથા સરકીટ હાઉસમાં ચાલુ ધારાસભ્યને જે ભાડાથી સવલતો મળે છે તે જ ભાડાથી માજી ધારાસભ્યોને પણ આ લાભો આપવામાં આવશે તે પ્રક્રિયા હાથ પર છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 
ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સ્વ. શંકરલાલ ગુરૂને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે, માણસ જન્મે ત્યારે શ્વાસ પહેલા આવે છે અને નામ પછી આવે છે પરંતુ સત્કર્મો કર્યા હોય તો શ્વાસ જાય તો પણ નામ રહેજ છે. તેથી આપણે સૌએ જાહેર જીવનમાં તેમના પાસેથી આ ગુણો શીખવા જરૂરી છે. તેમણે સ્વાર્થનો નહી પણ પરમાર્થનો સંધર્ષ કર્યો હતો. તેઓ સદાય ખેડૂતોના હામી રહ્યા છે. તેઓની સાથે મને કામ કરવાની તક મળી હતી ત્યારે તેઓ ધ્વારા સધન માર્ગદર્શન મળતું રહેતુ હતું  તે સદાયે જીવન પર્યન્ત પ્રેરણાદાયી બની રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું. 
આ પ્રસંગે માજી ધારાસભ્યો સર્વે કરસનદાસ સોનેરી, માવજીભાઇ દેસાઇ, બાબુભાઇ શાહ, એ.કે.પટેલ, ફારૂખ શેખ, પોપટભાઇ પટેલ, પ્રવીણસિંહ જાડેજા, ભૂપેન્દ્રભાઇ ખત્રી, ખુમાનસિંહ વાસિયા, વાડીભાઇ પટેલ, નાથાભાઇ સોલંકીએ શ્રદ્ધાંજલી અર્પતા સ્વ. શંકરલાલ ગુરૂના સંસ્મરણોને તાજા કરીને  તેમના પરિવારજનો પર આવેલ આપત્તિને પ્રભુ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

Previous articleગાંધીનગરમાં વીસીઈનાં ફરી એકવાર ધરણા અને આવેદન
Next articleસર્વજ્ઞાતિ સમુહ લગ્ન સંદર્ભે દામનગર ખાતે મળેલી બેઠક