ગુજરાતના દરેક જિલ્લામાં  આજથી સંગઠન પર્વ બેઠકો

489

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ આજરોજ તારીખ ૨૩ જુન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રી કમલમ ખાતે યોજાયેલ પ્રદેશ સ્તરીય કાર્યશાળાની માહિતી આપતાં પત્રકાર મિત્રોને જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ‘‘સંગઠન પર્વ’’ની ‘‘પ્રદેશ સ્તરીય કાર્યશાળા’’ યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.

પંડ્‌યાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપાના ૧ કરોડ ૧૩ લાખ પ્રાથમિક સદસ્યો છે. તેમાં કેન્દ્રની સૂચના પ્રમાણે ૨૦ ટકા વધારો કરવાનો હોય છે, પરંતુ ગુજરાત ભાજપાએ ૫૦ ટકા લક્ષ્યાંક સાથે આયોજન હાથ ધર્યુ છે.

લોકસભામાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અને કેન્દ્રમાં ભાજપાની સરકાર લાવવા ગુજરાતની જનતાએ ૨૬ લોકસભા બેઠકો ભાજપાને જીતાડી હતી.

આશરે ૬૨ ટકા મત એટલે કે ૧ કરોડ ૮૦ લાખ મતો ભાજપાને મળ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને ભાજપા આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન કરશે. આ અભિયાનને વધુ સર્વ વ્યાપી અને સર્વ સ્પર્ષી બનાવવા પાંચ પ્રકારે સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચલાવશે. વિચારવૃધ્ધિ-જેના હદયમાં દેશભક્તિ અને જનસેવા સમાયેલી છે.

સામાજીક વૃધ્ધિ-દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લઇને, વર્ગવૃધ્ધિ-દરેક પ્રકારના વ્યવસાયિક વર્ગને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક વૃધ્ધિ-જ્યાં ભાજપાના ઓછા મત મળ્યા છે તેવા ભૌગોલિક ક્ષેત્રોને ધ્યાનમાં લઇને અને યુવાવૃધ્ધિ-સમગ્ર યુવા વર્ગને લક્ષ્યમાં લઇ ભાજપા ગુજરાત પાંચ પ્રકારનું અભિયાન હાથ ધરશે. પંડ્‌યાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના દરેક જીલ્લા/મહાનગરમાં આગામી ૨૪ જુન થી ૩૦ જુન સુધીમાં સંગઠન પર્વ બેઠકો યોજાશે, ત્યારબાદ ૧ થી ૫ જુલાઇ સુધીમાં પ્રત્યેક મંડલમાં પણ બેઠકો યોજાશે, તારીખ ૨૪ જુન થી ૩૦ જુન દરમ્યાન જીલ્લાવાર યોજાનાર બેઠકમાં સંગઠન પર્વ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તથા ૨૫ જુન-દેશની લોકશાહી માટેનો કાળો દિવસ એટલે કે કોંગ્રેસ દ્વારા નાંખવામાં આવેલ કટોકટી. આ ત્રણ એજન્ડા સાથે બેઠકોમાં વાર્તાલાપ થશે. ગુજરાતના ૫૧,૮૦૦ બુથમાં ભાજપાના કાર્યકર્તાઓ સભ્ય બનાવશે. આગામી ૬ જુલાઇથી ૧૧ ઓગષ્ટ સુધી આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલશે.આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં ગુજરાતના તમામ લોકો જોડાઇ શકે છે. ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. જે લોકો પાસે સામાન્ય મોબાઇલ (સ્માર્ટ ફોન સિવાયનો) હોય તે લોકો ૮૯૮૦૭ ૮૯૮૦૭ નંબર પર પોતાનું નામ, સરનામુ જેવી વિગતો મોકલી શકાશે.

Previous articleમેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિ.નો વિવાદ, નીતિન પટેલે કરી સ્પષ્ટતા
Next article૨૪ કલાકમાં બોંબ મૂકાયાનો બીજો મેસેજ મળતાં ચકચાર