મહેસાણામાં રહેણાંક મકાનમાંથી ૧૫ કિલો ગાંજો જપ્ત

416

મહેસાણા એસઓજીએ સોમવારે તરભ સીમમાં રહેણાંક મકાનમાંથી રૂ ૧.૪૮ લાખનો ૧૫ કિલો ગાંજાના જથ્થા સાથે આધેડની ધરપકડ કરી હતી.વિસનગર તાલુકા પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. નોંધનીય છે કે,મહેસાણા જિલ્લામાં એક સાથે ૧૫ કિલો ગાંજો ઝડપાવાનો આ પ્રથમ કિસ્સો છે.

માદક પદાર્થોનુ વેચાણ થતુ હોવાની માહિતીને આધારે મહેસાણા એસઓજી છેલ્લા એક મહિનાથી વોચમાં હતી. તે દરમિયાન પોકો.નારાયણસિંહ જગતસિંહને તરભ ગામની સી ગોકળપુરાગામે વિહાજી બેચરજી ઠાકોર (વાઘેલા)પોતાના રહેણાંક મકાનમા ગાંજો રાખી વેચતો હોવાની બાતમી મળતા તેમને એસઓજી પીઆઇ એમ.ડી. ચંપાવતને જાણ કરી હતી.

જે સંબધે ડીએસપી નિલેષ જાજડીયાએ આપેલા માર્ગદર્શન મુજબ પીઆઇ એમ.ડી.ચંપાવત, વિસનગર તાલુકા પીઆઇ પી.કે.પ્રજાપતિ, એએસઆઇ અનિલકુમાર, જવાન સિંહ, જયવિરસિંહ, વિરેન્દ્ર સિંહ, ચેતન કુમાર, ભરતજી,શૈલેષ કુમાર, કિરણજી, કેયુર કુમારે મંગળવારે રેડ કરી મકાનમાં તપાસ કરતા તિજોરીની બાજુમાંથી મળી આવેલી પ્લાસ્ટીકની પાર્સલની જેમ પેકીંગ કરેલી બે થેલીઓમાંથી રૂ ૧.૪૮,૩૦૦ની કિંમતનો ૧૫ કિલો ગાંજો,ડિજીટલ બેટરી વજન કાંટો, રોકડ રૂ.૧૫ હજાર, મોબાઇલ મળી કુલ ૧.૬૪ લાખના મુદ્દામાલ સાથે વિહાજી બેચરજી ઠાકોર (વાઘેલા)ની ધરપકડ કરી હતી. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. અંતર્ગત કેસ નોંધાતા વધુ તપાસ હાથધરાઇ છે.

Previous articleહિંમતનગરમાં તંત્ર દ્વાર ૬૧૫૦ કિગ્રા અખાદ્ય તુવેરના જથ્થાનો નાશ કરાયો
Next articleઅમદાવાદ શિક્ષણ વિભાગ જાગ્યું ;શાળાઓમાં સઘન ચેકીંગ :નીલકંઠ સ્કૂલની માન્યતા કેન્સલ