હિંમતનગરમાં તંત્ર દ્વાર ૬૧૫૦ કિગ્રા અખાદ્ય તુવેરના જથ્થાનો નાશ કરાયો

424

અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં કરવામાં આવતા તુવેરની દાળના વિતરણમાં ફૂડ વિભાગને શાળા ચકાસણી દરમિયાન શંકા જતા ગત માર્ચ માસમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી તુવેરદાળના સેમ્પલ લઇ જથ્થો સીઝ કર્યો હતો. જેનુ પરીક્ષણ થતા રિપોર્ટ આવી ગયા બાદ ૨૪૬ કટ્ટા કુલ વજન ૬૧૫૦ કિગ્રા તુવેરના જથ્થાનો કાટવાડની ડમ્પીંગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો હતો અને સપ્લાયર વિરુદ્ધ ખાદ્ય સુરક્ષક કાયદા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નોંધનીય છે કે કસુરવાર ઠરવાના કિસ્સામાં ૬ થી ૧૦ વર્ષની સજાની કાયદામાં જોગવાઇ છે.

રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત તુવેરદાળનુ વિતરણ કરવા માટેનો જથ્થો પૂરો પાડવા એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજનનો તુવેર દાળનો જથ્થો પૂરો પાડવાનુ કામ બોરસદ તાલુકાના આસોદર ગામની ઇટીજી એગ્રો.પ્રા.લી. કંપની કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત માર્ચ માસમાં નિયમિત ચકાસણીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન તુવેર દાળની ગુણવત્તાએ હિંમતનગરના મહેતાપુરાની પ્રાથમિક શાળા-૧માં શંકા પેદા કરી હતી.નોંધનીય છે કે કસુરવાર ઠરવાના કિસ્સામાં ૬ થી ૧૦ વર્ષની સજાની કાયદામાં જોગવાઇ છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પી.એસ. પટેલે વિગત આપતા જણાવ્યુ કે તુવેરદાળ અખાદ્ય હોવાનુ જણાતા પૂરવઠા વિભાગના ગોડાઉન પર તપાસ કરી તા.૩૦/૦૩/૧૯ ના રોજ તુવર દાળના સેમ્પલ લઇ પરીક્ષણ માટે વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા અને આ જથ્થો નવે-૨૦૧૮ નો હતો.બંને સેમ્પલનો રીપોર્ટ એપ્રિલ મહિનામાં નેગેટીવ આવ્યો હતો. મંગળવારના રોજ અખાદ્ય તુવેરના ૨૪૬ કટ્ટા કુલ વજન ૬૧૫૦ કિ.ગ્રા.નો કાટવાડ ડમ્પીંગ સાઇટ પર નાશ કરવામાં આવ્યો હતો. મધ્યાહન ભોજન યોજનામાં અપાતા અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાનુ ફરી એકવાર બહાર આવ્યુ છે.

Previous articleઓતમપુરામાં દારૂના વ્યસની પતિને પત્ની – પુત્રે ધોકાવતાં મોત નિપજ્યું
Next articleમહેસાણામાં રહેણાંક મકાનમાંથી ૧૫ કિલો ગાંજો જપ્ત