ઇન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવાની રજૂઆત

415

પાંચમી જુલાઈના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં પગારદારને મોટી રાહત મળે તેવી શક્યતા છે. બજેટને લઇને નવી આશા પણ પગારદાર વર્ગ રાખી રહ્યા છે. બજેટની અસર દરેક નાગરિકના ફાઈનાન્સિયલ હેલ્થ ઉપર પડે છે પરંતુ પગારદારની આવક મર્યાદિત હોય છે જેથી તેમના તરફથી કેટલીક ખાસ પ્રકારની માંગણી કરવામાં આવી ચુકી છે. પગારદાર વર્ગ તરફથી લાંબા સમયથી ઇન્કમટેક્સ સ્લેબને ૨.૫ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ કરવાની માંગ ઉઠી રહી છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વચગાળાના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની કરવેરાપાત્ર આવકવાળા લોકો માટે કલમ ૮૭એ હેઠળ પહેલાથી જ ફુલ ટેક્સ રિબેટની મંજુરી આપી હતી.

પગારદાર લોકો હવે કેન્દ્રીય બજેટ ૨૦૧૯થી આ પ્રકારના લાભ એવા લોકોને પણ આપવાની અપેક્ષા રાખી રહ્યા છે જેમની આવક પાંચ લાખ રૂપિયાથી વધારે રહેલી છે. પગારદાર એવા લોકો જે નિવૃત્તિની આરે પહોંચી ચુક્યા છે તેવો સામાન્યરીતે સુરક્ષિત મૂડીરોકાણની શોધમાં રહે છે તેમને નિવૃત્તિ બાદના વર્ષોમાં નિયમિત આવક મળે તેવી વ્યવસ્થા કરવાની ગણતરી હોય છે. તેમની રોકાણસંબંધિત પ્રાથમિકતાને ધ્યાનમાં લઇને સરકારે પોતાના બજેટથી સંબંધિત ભાષણમાં વડાપ્રધાન વંદન યોજના શરૂ કરી હતી. આ પેન્શન યોજના મુજબ વરિષ્ઠ નાગરિકો વધુમાં વધુ ૧૦ વર્ષ માટે ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કરીને મહિને ૧૦૦૦ રૂપિયાથી લઇને ૧૦૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે. આ યોજનામાં રોકાણની અંતિમ તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધીની છે. કેટલાક પગારદાર લોકો જે ટૂંકમાં જ નિવૃત્ત થનાર છે તેમને આશા છે કે, સરકાર પોતાના બજેટમાં રોકાણની છેલ્લી તારીખને વધારી દેશે.

 

Previous articleFPI દ્વારા જૂનમાં ૧૦૩૮૪ કરોડ ઠાલવી દેવાયા : રિપોર્ટ
Next articleRTGS-NEFT મારફતે ફંડ ટ્રાન્સફર આજથી ફ્રી થશે