RTGS-NEFT મારફતે ફંડ ટ્રાન્સફર આજથી ફ્રી થશે

404

આરટીજીએસ અને એનઇએફટી સિસ્ટમ મારફતે ફંડ ટ્રાન્સફરની બાબત આવતીકાલથી વધારે સસ્તી બની જશે. કારણ કે, રિઝર્વ બેંકે આવા લેવડદેવડ ઉપર કોઇપણ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આરટીજીએસ અને એનઈએફટી વ્યવસ્થા મારફતે પહેલી જુલાઈથી ફંડ ટ્રાન્સફર પર તમામ પ્રકારના ચાર્જને દૂર કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવ્યા બાદ રિઝર્વ બેંકે આઠ દિવસથી કસ્ટમરોને તમામ લાભ આપવા માટે બેંકોને આદેશ આપી દીધો છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) વ્યવસ્થાનો મતલબ એ છે કે, જંગી નાણાં ફંડ ટ્રાન્સફર માટે ઉપયોગી રહે છે જ્યારે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર એનઈએફટી સિસ્ટમમાં બે લાખ સુધીની રકમને ટ્રાન્સફર કરવામાં આવે છે. ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવાના હેતુસર આરબીઆઈએ આરટીજીએસ અને એનઇએફટી લેવડદેવડ પર કોઇ ચાર્જ લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આઈબીએના ન્યુઝ લેટરમાં ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન સુનિલ મહેતાએ કહ્યું છે કે, ડિજિટલ લેવડદેવડને તીવ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આરબીઆઈએ આરટીજીએસ અને એનઇએફટી લેવડદેવડ ઉપર ચાર્જ લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એનઇએફટી મારફતે લેવડદેવડ મારફતે હજુ સુધી એકથી પાંચ રૂપિયાનો ચાર્જ વસુલ કરે છે જ્યારે આરટીજીએસ રુટ મારફતે પાંચ લાખથી ૫૦ હજારની રકમ વચ્ચે ઉપયોગ કરવામાં આવે છે. બદલામાં હજુ સુધી કસ્ટમરો પાસેથી રકમ વસુલ કરવામાં આવી રહી હતી. આરબીઆઈએ આઈબીએ હેઠળ ઉચ્ચ સ્તરીય કમિટિની રચના કરી દીધી છે જેના ભાગરુપે એટીએમ ચાર્જમાં ચકાસણી કરવામાં આવશે. બેંકો દ્વારા ફી અને ચાર્જમાં ચકાસણી થશે.

Previous articleઇન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવાની રજૂઆત
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો થયો