ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો થયો

374

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૩૬૮૩૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એસબીઆઇની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસ, રિલાયન્સ, આઈટીસી, ઇન્ફોસીસ અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી વધીને ૩૨૨૦૮૯.૨૩ કરોડ સુધી થઇ ગઇ છે જ્યારે એચડીએફસી બેંક અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૮૧૮૫.૩૮ કરોડ અને ૯૩૯૮.૫૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૪૦૨૬.૫૩ કરોડ રૂપિયા વધી ગઈ છે. બીજી બાજુ હેવીવેઇટ કંપની ગણાતી આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૧૭૨૪૨.૧૯ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૭૯૩૬૪૭.૬૧ કરોડ રૂપિયા થઇ ગઇ છે.  ટીસીએસની માર્કેટ મૂડી ૮૫૧૭.૯૨ કરોડ રૂપિયા ઘટીને ૮૩૫૭૪૯.૮૮ કરોડ રૂપિયા નોંધાઈ છે. આરઆઈએલ અને ટીસીએસ વચ્ચે માર્કેટ મૂડીને લઇને છેલ્લા ઘણા વર્ષો સુધી જોરદાર સ્પર્ધા રહી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ હજુ પણ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે આરઆઈએલ બીજા અને એચડીએફસી ત્રીજા ક્રમાંકે છે. આ સપ્તાહ દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં ૨૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે તેની સપાટી ૩૯૩૯૪ પર રહી હતી. પાંચમી જુલાઈના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહમાં તમામ કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને જોરદાર સ્પર્ધા રહી શકે છે. લેવાલીનો માહોલ જામશે જેથી ટીસીએસ અને આરઆઈએલ વચ્ચે વધુ રોમાંચક સ્થિતિ જોવા મળશે.

 

Previous articleRTGS-NEFT મારફતે ફંડ ટ્રાન્સફર આજથી ફ્રી થશે
Next articleકાનપુરમાં જય શ્રી રામ બોલવાની ના પાડતા ૧૬ વર્ષના મુસ્લિમ કિશોરને માર માર્યો