અમરેલી જિલ્લાના દલખાણિયામાં ઇયળોનો ત્રાસ : ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા

485

ગીરન નેશનલ પાર્કને અડીને આવેલા અમરેલી જિલ્લાના દલખાણીયા ગામે ઇયળોના ત્રાસથી ગ્રામજનોને હિજરત કરવાની ફરજ પડી છે. દલખાણિયામાં લોકોના ઘરોમાં ખૂણે ખૂણે ઇયળોના ઢગલા ઉભરાઈ આવ્યા છે. ઇયળોની સમસ્યા એટલી હદે વિકરાળ બની છે કે ઘરમાંથી તગારા ભરીને ઇયળો નિકળી રહી છે.

લોકો પોતાના ઘરમાં સ્વ ખર્ચે રોજનું ૧૦ લિટર કેરોસીન છાંટવા માટે મજબૂર થઈ ગયા છે. પ્રતિદીન ગ્રામજનોને રોજના રૂપિયા ૩૫૦ જેટલો ખર્ચ થઈ રહ્યો છે , અહીંયા લોકોનું ખાવાપીવાનું હરામ થઈ ગયું છે. દલખાણીયામાં ઇયળોના ત્રાસથી લોકો વાડીઓમાં હિજરત કરી રહ્યાં છે.

દલખાણીયામાં છેલ્લા ૧૦-૧૨ વર્ષથી પ્રથમ વરસાદ બાદ દલખાણીયામાં ઇયળોની વિકરાળ સમસ્યા છે. ગ્રામજનોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રએ દવા છાંટવાનો પ્રયાસ કર્યો નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.

ઇયળના ત્રાસના કારણે ગ્રામજનો પોતાના ઘરોમાં ખાટલા પર બેસલીને રસોઈ કરવા માટે મજબૂર થઈ ગયા છે. આ સ્થિતીમાં તેમના માટે ઘર છોડવા સિવાય કોઈ ચારો નથી.

Previous articleલોખંડી સુરક્ષાની વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરૂ : ભારે ઉત્સાહ
Next articleગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રા શરૂ થઇ