આનંદો…આવાસ યોજનાનાં ફોર્મ બેંક સિવાય સિવિક સેન્ટરો પરથી પણ મળશે

960

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઁસ્છરૂ હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ ૧૪ શાખા પરથી શરૂ થઇ ગયેલા છે. ફોર્મ વિતરણનાં સ્થળોએ ફોર્મ મેળવવા નાગરિકોની લાંબી કતારો જોવા મળી છે તે બાબતને ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ફોર્મનું વિતરણ આજથી એક મહિના સુધી થવાનું છે, અને લોકો બિનજરૂરી અફડાતફડી ના મચાવે. બેન્કની વિવિધ શાખાઓ પર ધસારો ના કરે. નાગરિકો ખુબ શાંતિથી અને આરામથી ફોર્મ મેળવે. સૌને પુરતો સમય મળનાર છે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર ૧ બી.એચ.કે ફ્લેટ માટે જ છે, ફોર્મ વિતરણ ટુંકા સમય માટે જ છે એવી અફવાથી દોરાવું નહી.વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર-ઈડબ્લ્યુએસ-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખઃ ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે. સિટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦ઃ૩૦ થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે.  ફોર્મની કિંમત રૂ.૧૦૦/- રાખવામાં આવી છે અને આસામીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે.

Previous articleલેવાલી વચ્ચે સેંસેક્સ ૨૯૨ પોઇન્ટ સુધરી અંતે બંધ થયો
Next articleહરિદ્વારમાં જયકારા લગાવતાં ફેનિલ સહિતના મિત્રોનો વીડિયો વાયરલ