હરિદ્વારમાં જયકારા લગાવતાં ફેનિલ સહિતના મિત્રોનો વીડિયો વાયરલ

523

ચારધામની યાત્રા દરમિયાન ઉત્તરાખંડ ઋષિકેશમાં ગંગા નદીના વહેણમાં ડૂબી ગયેલા ફેનિલ ઠક્કરનો મૃતદેહ સુરત લાવ્યા બાદ આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. અને પરિવાર સહિત તમામ લોકોના આંખોમાં આસું આવી ગયા હતા. દરમિયાન ફેનિલ અને તેના ગ્રુપના યુવાનોનો ગંગા નદીમાં રિવર રાફ્ટીંગ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગંગા મૈયા સુપરસ્ટારના જયકારા લગાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ફેનિલ સાથે ગંગાના પ્રવાહમાં તણાયેલા કૃણાલ-જેનિસ હજુ પણ લાપત્તા છે.

વાડી ફળિયાના ૧૫ જેટલા યુવકો ગઈ ૧૮ તારીખે ચારધામની યાત્રાએ ગયા હતા. શુક્રવારે આ યુવકો ઋષિકેશ પહોંચ્યા હતા. જ્યાં રિવર રાફ્ટીંગ કર્યા બાદ ફેનિલ ઠક્કર, કૃણાલ કોસાડી અને જેનિસ પટેલ ગંગા નદીના કીનારા પાસે ઉભા હતા. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા ત્રણેય ગંગાના વહેણમાં તણાઇ ગયા હતા. શોધખોળ દરમિયાન ફેનિલ ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કૃણાલ અને જેનિસનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગત રોજ ફેનિલ ઠક્કરનો મૃતદેહ સુરત લઈ આવ્યા હતા. ફેનિલનો મૃતદેહ ઘરે પહોંચતા વાડી ફડિયા વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાડી ફળીયાથી ફેનિલની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. અને પરિવાર સહિત તમામ લોકોના આંખોમાં આસું આવી ગયા હતા. અને અશ્વીનીકુમાર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Previous articleઆનંદો…આવાસ યોજનાનાં ફોર્મ બેંક સિવાય સિવિક સેન્ટરો પરથી પણ મળશે
Next articleભારે વરસાદથી ૧૦૦ વર્ષ જૂનું મકાન ધરાશાયી, સુરતમાં ૧૫ ફૂટનો ભુવો પડ્યો