ભારે વરસાદથી ૧૦૦ વર્ષ જૂનું મકાન ધરાશાયી, સુરતમાં ૧૫ ફૂટનો ભુવો પડ્યો 

487

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ૧૪.૨૮ ઇંચ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સિઝનનો ૯.૨૦ વરસાદ પડી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ ૧૦.૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ૧૫.૧૩ ટકા વરસાદ પડ્યો છે. ત્યારે આટલા વરસાદમાં અનેક જગ્યાએ આફત પણ આવી છે. સુરતમાં ૧૫ ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો છે તો મહેસાણામાં એક મહિલાને કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું છે.

નવસારીમાં પારસી અગિયારી પાસે આવેલા દેસાઈવાડ તારોટા બજાર વિસ્તારમાં ૧૦૦ વર્ષ જૂના મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો છે. આ ઘરમાંથી મુસ્લિમ પરિવારના મુસા ઇબ્રાહીબ તાઈનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

વલસાડના નાનકવાડા વિસ્તારમાં વરસાદ પછી ગટરની સાફસફાઇ કરતુ જેસીબી જ ખાડામાં ફસાઇ ગયું છે. જેસીબી ફસાતા સાફસફાઇની કામગીરી અટકાવી પડી હતી. જેસીબીને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી થઇ હતી.

મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જે બાદ લાખવડ ગામે મહિલાને કરન્ટ લાગતા મોત નીપજ્યું છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટથી કરન્ટ લાગ્યાનું સામે આવી રહ્યું છે.  પાટણનાં સિદ્ધપુર વીજ વિભાગમાં પંખો પડતા કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. માથામાં પંખો પડતા ઇજા પહોંચી છે. જીઈબીની ઓફિસ હાલ જર્જરિત હાલતમાં છે. તેમનું કહેવું છે કે ઉપરી અધિકારીઓને લેખિતમાં રજુઆત કરાતા કોઈ કાર્યવાહી નહીં. સુરતમાં વેસુ વિસ્તારમાં નવી કન્સ્ટ્રકશન સાઈટ પાસે જમીન બેસી ગઈ. ત્યાં રોડનો ૧૫ ફૂટ જેટલા ભાગમાં ભૂવો પડી ગયો છે. સદનસીબે કોઈને જાનહાનિ નથી થઇ. મનપા કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તાત્કાલિક સ્થળપર કામ અટકાવી દેવામાં આવ્યું છે. વડોદરામાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગટરનો સ્લેબ તૂટતા ભૂવો પડ્યો છે.

Previous articleહરિદ્વારમાં જયકારા લગાવતાં ફેનિલ સહિતના મિત્રોનો વીડિયો વાયરલ
Next articleમા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડનો લાભ લેવામાં અમદાવાદ અવ્વલ નંબરે