સાબરમતીમાં નિવૃત્ત આર્મી જવાનના ત્રાસથી શિક્ષિકાનો આપઘાતનો પ્રયાસ

540

સાબરમતી વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ નિવૃત્ત આર્મી જવાન અને તેના મિત્રના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરીને ધમકી આપવામાં આવતી હતી એટલું જ નહી આરોપીએ તાજેતરમાં શિક્ષિકાના ફોટા સ્કૂુલના સ્ટાફને મોકલી આપ્યા હતા. સાબરતી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સાબરમતી વિસ્તારમાં રહેતી અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ તેજેન્દ્રનગરમાં રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા કમલેશભાઇ પાટીલ અને તેમના મિત્ર નરેન્દ્ર ચૌહાણ સામે ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં ચાર વર્ષ અગાઉ શિક્ષિકાના ઘેર આર્મી જવાનનો પુત્ર ટ્યુશને આવતો હતો જેના કારણે તે અવાર નવાર ઘેર આવતો હોવાથી બન્ને વચ્ચે પ્રેમ સબંધ થયો હતો.

પંદર દિવસ પહેલા શિક્ષિકાના પતિને પ્રેમ સબંધની જાણ થઇ હતી, આરોપીએ ઉછીના અપેલા ૫૦૦૦ હજારની માંગણી કરી હતી. ત્યારબાદ આર્મી જવાનો મિત્ર નરેન્દ્ર શિક્ષિકાને ફોન કરીને ધમકી આપી હતી કે કમલેશ ચાકુ લઇને નીકળ્યો છે દંપતિને ખતમ કરી નાંખશે. એટલું જ નહી તાજેતરમાં આર્મી જવાનો શિક્ષિકાની સ્કૂલના પ્રિન્સીપાલને ફોટા મોકલી આપ્યા હતા જેના કારણે શિક્ષિકાએ આબરુ જવાના ડરથી તા.૨૮ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, શિક્ષિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, આખરે કંટાળીને શિક્ષિકાએ આ પગલુ ભર્યું હતું.

આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાએ જણાવ્યું કે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા છે. જેથી બન્ને આરોપી વિરુધ્ધ પુરાવા એકઠા કરીને ધરપકડ કરવા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Previous articleપ્રેમીપંખીડાને પ્રેમની સજા, એકબીજાને જૂતાનો હાર પહેરાવી મોઢું કાળું કરાવ્યું
Next articleમહેસાણા નજીક તબીબના ક્લિનીકમાંથી આરોગ્ય વિભાગની ટીમે એક્સપાયર દવાનો જથ્થો ઝડપ્યો