અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદઃખેડૂતોમાં ખુશી :શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યાં

511

અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વાદળ છાયુ વાતાવરણ છવાયેલુ છે, પરંતુ વરસાદના આવતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો હતો તેવામાં  જીલ્લાના વાતાવરણમાં ગત રાત્રીએ શરુ થયેલા વરસાદ અને રથયાત્રાના દિવસે ઝરમર-ઝરમર સાર્વત્રિક વરસાદ બીજા દિવસે પણ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં આનંદ છવાયો હતો આ સિવાય નેશનલ હાઈ-વે ઉપર પણ પાણી ભરાયા હતા.

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જમ્યો છે વહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અમદાવાદ-ઉદેપુરને હા.નં-૮ પર શામળાજી નજીક રોડ પર પાણી ફરી વળતા અને પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ હતી. ધોળા દિવસે વાહન ચાલકોને લાઈટો ચાલુ કરવી હતી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ધરતી પુત્રો માં ખુશાલી છવાઈ હતી.

Previous articleડબલ ફી ચૂકવી હોય તેવા અરજદારોને ઇર્‌ં કચેરીથી રિફંડ મળશે
Next articleપાટણ યુનિવર્સિટીના સ્પોટ્‌ર્સ સંકુલનો સ્લેબ તૂટ્યો, ૪ મજૂર ઘાયલ