આરટીઓ ખાતે સ્કુલવર્ધીના વાહનોની ફિટનેસ ચકાસણી

1172

રજા હોવા છતાં રવિવારના દિવસે ક્ષેત્રિય પરિવહન કચેરી એટલે કે અમદાવાદ આરટીઓની કામગીરી ચાલુ રહી હતી. આજે આ કાર્યાલય સંકુલમાં સ્કુલવર્ધીવાળા વાહનોની ફિટનેસની ચકાસણી કરવામાં આવી હતી. કોમર્શિયલ વાહનોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. રવિવારના દિવસે સ્કુલવર્ધી વાહનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વાહન ચાલકો જે ખાનગી વાહનોને સ્કુલવર્ધીમાં દોડાવે છે તેવા વાહનોને કોમર્શિયલ વાહનોમાં ફેરવી નાંખવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આજે ૭મી જુલાઈના દિવસે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ ૧૩મી, ૧૪મી અને ૨૧મી જુલાઈના દિવસે સુભાષબ્રિજ સ્થિતિ આરટીઓ સંકુલમાં ખાસ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતી ગાડીમાંથી વિદ્યાર્થીઓ પડી જવાની ઘટના બાદ આરટીઓના અધિકારીઓએ સ્કુલ વર્ધી વાહન ચાલકો સામે કઠોર કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરુપે આરટીઓ અધિકારીઓએ અલગ અલગ સ્કુલોની નજીક પણ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરી છે તેમાં ફિટનેસ તપાસ, ડ્રાઇવરના લાયસન્સ, ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડનાર વાહન ચાલકોની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. અનેક જગ્યાઓએ વાહનોને જપ્ત પણ કરવામાં આવ્યા હતા. એવા કેટલાક વાહન ચાલક પણ હતા જે ખાનગી રહેલા છે પરંતુ સ્કુલવર્ધીના રુપમાં કાર્યવાહી કરે છે. તેમને પણ આરટીઓ અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જો કે, વાહન ચાલકોના વિરોધ બાદ હડતાળની પણ જાહેરાત કરવામાં આવી હતી. બે ગણી ચુકવણી કરનારને રિફંડ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાયસન્સ, વાહનોની ફિટનેસ માટે આરટીઓ અમદાવાદમાં ઓનલાઈન ચુકવણી કરવામાં આવે છે. કેટલીક વખત એક જ કામ માટે બે વખત ચાર્જ ચુકવી દેવામાં આવે છે. જો કે, પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ રિફંડ આપવામાં આવશે.

Previous articleસિવિલના ૩ બ્લોકોનું ૧૦ લાખના ખર્ચે રિનોવેશન
Next articleપાલનપુરના સોનગઢ પાસે શ્રમિક પરિવાર પર ટ્રક ફરી વળતા બાળકીનું કરૂણમોત :ચાર લોકો ઘાયલ