આધારને લિંક નહીં કરનાર પેન સપ્ટેમ્બરથી ઇનવેલિડ

440

આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવેલા પેનકાર્ડ સપ્ટેમ્બર મહિનાથી ઇનવેલિડ થઇ જશે. આવકવેરા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી જારી કરવામાં આવી છે. ટેક્સ રિટર્ન અને અન્ય ચોક્કસ પ્રકારની લેવડદેવડ માટે પાન નંબરને લિંક નહીં ચુકેલા લોકોને પણ વિચારણા કરવાની ફરજ પડશે. સરકાર દ્વારા પહેલી સપ્ટેમ્બર સુધી આધારને લિંક નહીં કરનાર તમામ પેનકાર્ડને ઇનવેલિડ ગણવાનો નિર્ણય કર્યો છે. હજુ સુધી દેશમાં રહેલા ૪૦૦ મિલિયન અથવા તો ૪૦ કરોડ પેનકાર્ડ પૈકી ૧૮૦ આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી. નાગરિકોને આધાર કાર્ડની સાથે પેનકાર્ડને લિંક કરવા માટે કહેવમાં આવ્યું છે. જો આવું કરવામાં નહીં આવે તો કેટલીક તકલીફ પડી શકે છે. આધાર નંબરને ટાંકીને હાલમાં કેટલીક લેવડદેવડ કરવામાં આવી રહી છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, આધાર નંબરથી પણ ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરી શકાશે. આધાર અને પેનને લિંક કરવાની બાબત ફાઈનાન્સ બિલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી છે. બજેટની દરખાસ્તમાં પણ કહેવામાં આવ્યું છે કે, પેનકાર્ડ અને આધારકાર્ડને સમાંતર બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં ૨૨૦ મિલિયન પેનકાર્ડ આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે જ્યારે ૧૮૦ મિલિયન પેનકાર્ડને આધાર કાર્ડને લિંક કરવામાં આવ્યા નથી. જો નાગરિકો આ બંનેને લિંક કરશે નહીં અને ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર નંબરનો ઉપયોગ કરશે તો આવકવેરા વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિકલરીતે નવા પેન નંબર જનરેટ કરવામાં આવશે જેને નાગરિકો ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે અને ભવિષ્યમાં આનો ઉપયોગ કરી શકશે. સરકાર દ્વારા બજેટમાં વિવિધ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી ચુક્યો છે.

Previous articleવેચવાલી પર બ્રેક : સેંસેક્સ ૨૬૬ પોઇન્ટ રિકવર થઇને આખરે બંધ
Next articleભારત ત્રીજી સૌથી મોટી ટુરિઝમ ઇકોનોમી બની શકે