અમદાવાદના જગતપુર ખાતેના બિલ્ડીંગમાં આગઃ એક ગંભીરઃ અનેક ફસાયા

606

જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્‌લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર ૫, ૭ અને ૯માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરકલ ચાલુ થયું નહોતું. આગ લાગતા ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. ૫ જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સિવાય બીજા ૧૫ જેટલા લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. જયારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગને પગલે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ફ્‌લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારામારી કરી હતી અને પોલીસ રહીશોની ભીડને કાબુમાં કરી શકતી નહોતી. જેને પગલે રેસ્કયુ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી.  છઠ્ઠા માળે બે બ્લોક ભેગા કરીને મોટો ફ્‌લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી.

Previous articleમેઘરાજાને રીઝવવા મોડાસા પંથકમાં મહાદેવના શિવલિંગ પર પાણીનો મારો ચલાવી ડુબાડી દેવાયું
Next articleનર્મદા કેનાલમાં હાથ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થીના મોત