માત્ર ૯ રૂપિયા માટે એસ.ટી કડંક્ટરને હાઇકોર્ટે મોટી સજા ફટકારી

1224

પેસેન્જર પાસેથી પૈસા લઇ ટિકિટ ન આપનાર એસ.ટી બસના કંડક્ટરને હાઇકોર્ટે સજા ફટકારી છે. કોર્ટે કડંક્ટરને નોકરીમાં બે ગ્રેડ નીચે ઉતારવાની સાથે કાયમી ફીક્સ પગાર પર મૂકવાનો હુકમ કર્યો છે.

ચંદ્રકાન્ત પટેલ નામના વ્યક્તિ ગુજરાત એસ.ટી.માં કંડક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. તેમની બસમાં ચેકીંગ સમયે એક પેસેન્જર ટિકિટ વગર પકડાયો હતો. પેસેંજરે ચેકિંગ અધિકારીને જણાવ્યું કે, તેણે કંડક્ટરને ટિકિટના પૈસા ચૂકવ્યા હતા પંરતુ તેને ટિકિટ આપી ન હતી. આ મામલે ઓથોરિટિએ કડંકટર સામે કાર્યવાહી કરી હતી. જેને પડકારતી અરજીમાં ટ્રિબ્યુનલે કંડકટરને સજા ફટકારી હતી.

હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરતા રજૂઆત કરી હતી કે, અગાઉ તેને જે સજા કરવામાં આવી હતી એ વાજબી હતી. પરંતુ આ વખતે મળેલી સજા ખૂબ જ મોટી છે. માત્ર નવ રૂપિયાની નાની રકમ માટે કડંક્ટરને આજીવન અસર થાય તેવી સજા ભોગવવી પડશે. પગાર ધોરણથી બે ગ્રેડ નીચે ઉતારી દેવાનો અને કાયમી માટે ફીક્સ પગાર કરવાનો નિર્ણય રદ કરવો જોઇએ. સાથે તેને દંડ કરવાનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ તથા હાઇકોર્ટના સીંગલ જજના આદેશને રદ કરવો જોઇએ. બીજી તરફ અન્ય પક્ષે એવી રજૂઆત કરી કે, કડંક્ટરે આ પહેલીવાર નહીં પરંતુ ઘણી વખત પેસેન્જર્સ પાસેથી ટિકિટના પૈસા લીધા બાદ ગેરવર્તન કર્યા છે. આની પહેલા પણ ડિસ્પ્લીનરી ઓથોરિટી દ્વારા તેને સજા કરવામાં આવી હતી.

Previous article૬ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત, પિયર પક્ષે લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો
Next articleસે-૭ના રહેણાંક વિસ્તારમાં પાંચ કોમર્શિયલ એકમ સીલ