હું ન.-૪ પર બેટિંગ કરવા તૈયાર છું, મને તક મળવી જોઇએ : અજિંક્ય રહાણે

536

ભારતીય ટીમ છેલ્લા કેટલાય સમયથી નંબર ચારની પૉઝિશન માટે ઝઝૂમી રહી છે. ટીમે છેલ્લા ઘણાસમયથી આ નંબર પર અનેક બેટ્‌સમેનોને અજમાવ્યા પણ કોઇ સફળ રહી શક્યુ નથી. હવે નંબર ચારની રેસમાં ટીમ ઇન્ડિયાના સૌથી અનુભવી બેટ્‌સમેન અને ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્યે રહાણેએ હૂંકાર કર્યો છે. તેને નંબર ચાર પર બેટિંગ કરવાની ઇચ્છા દર્શાવી છે. રહાણે બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં કહ્યું કે, ખાસ વાત છે કે સમારોહમાં પુરસ્કાર વિતરણમાં મારો નંબર ચાર છે. હું નંબર ચાર પર બેટિંગ કરવાનું પસંદ કરુ છુ. જો મને ટીમ ઇન્ડિયામાં તક મળશે તો તેને સાબિત કરીને બતાવીશ. ઉલ્લેખનીય છે કે, હાલમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે છે, અને ટી૨૦ સીરીઝ બાદ વનડે અને ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.

ખાસ વાત એ છે કે ટીમ ઇન્ડિયામાં નંબર ચાર પર વિજય શંકર, રાયડુ, યુવરાજ, મનીષ પાંડે, કેએલ રાહુલ અને ઋષભ પંત બેટિંગ કરી ચૂક્યા છે.

Previous articleવડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણને વહેલી તકે કાશ્મીર છોડવાની સૂચના
Next articleથાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્ચો ઈતિહાસ