સીબીએસઈ ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર

543

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ વર્ષ ૨૦૨૦માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની મહત્વપૂર્ણ તારીખો જાહેર કરી દીધી છે. તારીખોની જાહેરાતની સાથે જ બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલો મુજબ બોર્ડ દ્વારા આ વર્ષે ડિસેમ્બર મહીનામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે જ્યારે લેખિત પરીક્ષાનો પ્રારંભ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે.

ધોરણ ૧૦ અને ૧૨ની બેઝિક ડેટશીટ મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા આ વર્ષે ડિસેમ્બરમાંજ લેવામાં આવશે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પ્રેક્ટિકલ એક્ઝામ એક્સટર્નલી લેવાશે પરંતુ તેના વિશે બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી.

દર વર્ષેની જેમ સીબીએસઈની મુખ્ય પરીક્ષાઓનું આયોજન વોકેશનલ પરીક્ષા કરતાં પહેલાં કરે છે. પરીક્ષામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિષયોનો ક્રમ વિદ્યાર્થીઓની વિષય પસંદગીના આધારે નક્કી કરવામાં આવશે. દરમિયાન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓને સૂચીત કરી દેવામાં આવી છે કે વિદ્યાર્થીઓને વિષય બદલવાની અરજીને મંજૂરી આપવામાં ન આવે.

Previous articleજમ્મુ કાશ્મીર પુનઃરચના બિલ લોકસભામાં પાસ
Next articleવિસનગર ન.પા.ના પ્રમુખ સહીતનાં સભ્યોએ કેસરિયો ધારણ કર્યો