રાજુલાના ચોત્રા ગામે ઈલે. ટ્રાન્સફોર્મર પર લટકતી પુજારીની લાશ મળતા ચકચાર

1680

નાગેશ્રી નજીક અને બાજુલાના ચોત્રા સામે વાડી વિસ્તારના ઈલેકટ્રોનિક ટ્રાન્સફોર્મ પર બાથ ભીડી શ્રાવણ માસમાં પુંજારી બાપુનું ઘટના સ્થળે મોત સરપંચ ભરતભાઈ દ્વારા પોલીસને કરી જાણ પોલીસ જીઈબી વિભાગ ઘટના સ્થળે દોડી ગયેલ.

નાગેશ્રી નજીક ચોત્રા સામે વાડી વિસ્તારના ઈલેકટ્રોનિક ટ્રાન્સફર પર એક સાધુની લાશ લટકતી જોઈ ચોત્રા ગામના જાગૃત ભરતભાઈ બોરીચાના જણાવેલ કે અમારા ગામની વાડી વિસ્તારના ટ્રાન્સફોર્મના થાંભલા વહેલી સવારે અમારા ગામોઆ એક ખેડુતે મને જાણ કરી કે આવો બનાવ બનેલ છે તે ગામના શંકરના પુજારી બટુકબાપુ ગુલાબાપુ કોઈ અગમ્ય કારણોસર થાંભલો ચડી ટ્રાન્સફોર્મને ભેટીને મૌત વહાલું કરતા ગામ આખામાં શોકનો માહોલ થઈ ગયેલ હજી બે દિવસ પહેલા જ સ્વ. બટુકબાપુને પવિત્ર શ્રાવણ માસની ભોળનાથની પુંજા કરાવવા ગામલોકોની માંગણીથી ગામમાં આવેલ પણ શું કારણ હોય શકે તે માટે અમોએ તાત્કાલિક રાજુલા પોલીસ મથકે જાણ કરતા કાયદાકીય ટ્રસ્ટીએ પીઆઈ મેડમ ડોડીયા દ્વારા જીઈબીના કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી લાશને થાંભલાથી ઉતારી પીએમ માટે રાજુલા મોકલવામાં આવેલ પીએમ રીપોર્ટના આધારે તેમજ ગામ લોકોના જુદા જુદા નિવેદનો લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleબીજ વિકાસ યાત્રા અંતર્ગત વનસ્પતિ બીજનું પ્રદર્શન
Next articleસ્વ. ગુરૂકુળ સિહોરમાં રમતોત્સવનું આયોજન