સ્વ. ગુરૂકુળ સિહોરમાં રમતોત્સવનું આયોજન

469

સ્વામિનારાયણ ગુરૂકુળ પ્રાથમિક વિદ્યાલય ગુજરાતી/ અંગ્રેજી માધ્યમ તથા હાઈસ્કુલ સિહોર વિભાગના વિદ્યાર્થીઓ માટે ૧પમી ઓગષ્ટ નિમિત્તે  રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ સાથે રમતનું પણ એટલું જ મહત્વ છે. તેની માહિત્‌ પુરી પાડેલ ત્યાર બાદ ધો. ૧ થી ૧્‌ઢના બાળકોને રમત રમાડેલ જેવી કે, લીંબુ- ચમચી, નદી-કિનારો, સંગીત ખુરશી, મેમરી ગેમ, દુકાન ખુલ્લી બંધ, નારગેલ તોડ, વર્તુળનો રાજા, મટકી ફોડ, કોથળા દોડ વન એ સેવન, લબાચા રેસ, જેવી વિવિધ રમતો રમાડેલ બાળકો ઉત્સાહ સાથે બહોળી સંખ્યામાં ભાગ લઈ રમતોથી પોતાની શારીરિક કૌશલ્ય બતાવેલ તેમાં ૧ (પ્રથમ) અને ર (દ્વિતીય) નંબરોની પસંદગીક રવામાં આવેલ. જે બાળકોને ૧પમી ઓગષ્ટના દિવસે પ્રમાણપત્રથી નવાજવામાં આવશે. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળા પરિવાર તથા આચાર્યએ જહેમત ઉઠાવેલ.

Previous articleરાજુલાના ચોત્રા ગામે ઈલે. ટ્રાન્સફોર્મર પર લટકતી પુજારીની લાશ મળતા ચકચાર
Next articleબાબરા બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસે બે વીદ્યાર્થીને અડફેટે લેતા એકનું મોત