૧૨ વર્ષબાદ સિહોરની શેક્ષણિક સંસ્થાને મળ્યા નવા આચાર્યા

526

આજ રોજ શ્રીમતી જે જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ મા નવનિયુક્ત પ્રિન્સિપાલ અમિષાબેન પટેલે ચાર્જ સભળેલ હતો ત્યારે ઇન્ચાર્જ આચાર્યા મીનાક્ષીબેન ભટ્ટ દ્વારા નવનિયુક્ત આચાર્યા અમિષાબેન પટેલ ને ચાર્જ સોંપી પોતાની નવી જવાબદારીઓ સંભાળવા જણાવ્યું હતું

મીનાક્ષીબેન સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે તેઓ પણ આજ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યાંછે અને આ સંસ્થા મારી પ્રથમજ સંસ્થા હતી અને મને ઇન્ચાર્જ આચાર્યા તરીકે કામ કરવાની તક મળી બદલ સંસ્થા તથા હોદ્દેદારો નો આભાર મારા ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન વર્ગ વધારાઓ, નવી બિલ્ડીંગ, તાલુકાના ૩૫ જેટલા ગામોની કુલ ૧૬૦૦ વિદ્યાર્થીનીઓ હાલ અભ્યાસ કરવા આવેછે. નવનિયુક્ત આચાર્યા અમિષાબેન બેન  ને સિહોર એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો તેમજ  ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ના સમગ્ર સ્ટાફ અને વિદ્યર્થીનીઓ દ્વારા આવકરેલ હતા અને આવનારા દિવસોમાં સંસ્થાની પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પ્રગટ કરેલ ત્યારે  આમિષાબેન દ્વારા જણાવવામાં આવેલ કે આ મારી માતૃ સંસ્થા છે જેની પ્રગતિમાં હું તથા મારા સ્ટાફ મળી પ્રગતિના સોપાન સર કરશું તેવી ખાત્રી આપી હતી

આ પ્રસંગે ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી ભરતભાઈ મલુકા,ખજાનચી જસુભાઈ મુનિ ,એલ.ડી.મુનિ હાઈસ્કૂલ ના ઈન્ચા આચાર્ય જે.બી.અસારી તથા કર્મચારીગણ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.

Previous articleબરવાળા ટીંબલા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું
Next articleભાવનગર બંદરને ખાસ પોર્ટનો દરજ્જો આપવા કોંગ્રેસના મનહર પટેલની માંગણી