બરવાળા ટીંબલા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

455

બરવાળા તાલુકાના ટીંબલા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડી.જે.સોલંકી (મામલતદાર),વી.સી.ડાભી(નાયબ મામલતદાર), એ.એ.અલગોતર, બી.એ. ડુમાણીયા, કલ્પેશભાઈ ચૌહાણ (આચાર્ય), દિલુભા ચુડાસમા સહીતના ગ્રામજનો,શિક્ષકગણ સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા તાલુકાના ટીંબલા ગામની પ્રાથમિક શાળા ખાતે એક બાળ એક વૃક્ષ અંતર્ગત ડી.જે.સોલંકી ની વિશેષ ઉપસ્થિતિમાં શાળામાં વનીકરણ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકગણ,ગ્રામજનો તેમજ વીદ્યાર્થીઓ દ્વારા જાંબુ,રાયણ,કણજી,ઉમરો, ગુલમોર,પીપળો,નીલગીરી, દાડમ, સીતાફળી,જાસુદ જેવા વૃક્ષોનું વાવેતર શાળા પરીરસમાં તેમજ ગ્રામની બજારોમાં કરવામાં આવ્યું હતું.તેમજ ઉપસ્થિત ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવવા માટે પ્રત્યેક વ્યક્તિદીઠ દરવર્ષે એક વૃક્ષનું વાવેતર કરી અને તે વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Previous articleધંધુકા કોલેજમાં પ્રવેશ પ્રશ્ને વિદ્યાર્થીઓના પ્રતિક ઉપવાસ
Next article૧૨ વર્ષબાદ સિહોરની શેક્ષણિક સંસ્થાને મળ્યા નવા આચાર્યા