યાત્રાધામને જોડતા મહેસાણા-બેચરાજીનો ૪૦ કિમીનો રોડ બિસ્માર

463

સુપ્રસિદ્ધ યાત્રાધામને જોડતા મહેસાણાથી બેચરાજી સુધીનો ૪૦ કિમીનો રોડનુ ચોમાસાના ઝરમરીયા વરસાદમાં ધોવાણ થઈ જતાં સમગ્ર રસ્તા પર ૧૦૦૦થી વધુ નાના-મોટા ગાબડાઓ પડયા છે. જેના લીધે આ માર્ગે રોજબરોજ અવરજવર કરતા સેકડો વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે માર્ગ મકાન વિભાગ આ મામલે સાવ ઉદાસીન હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ ગણાતા મા બહુચરના ધામમાં દર્શન માટે પહોંચવા રોજબરોજ ગુજરાત તેમજ દેશભરમાં હજારો શ્રધ્ધાળુઓ આવતા હોય છે.

આ જગવિખ્યાત યાત્રાધામને જોડતા મહેસાણા-બેચરાજીનો માત્ર ૪૦ કિલોમીટરના અંતરનો રોડ છેલ્લા ઘણા સમયથી સાવ ઉબડખાબડ બની ચુક્યો છે. ચોમાસાના ઝરમરીયા વરસાદમાં જ ડામરના પડ ખૂલવા માંડતા આખાય રસ્તે ઠેરઠેર નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. જે વર્ષ ૧૯૮૦-૯૦ના દાયકાના હિન્દી ફિલ્મોના ’ડિસ્કો’ સંગીતની યાદ અપાવી જાય છે.

Previous articleકલોલમાં એક જ દિવસે બે મહિલા અને એક યુવકે આપઘાત કર્યો
Next articleગરબામાં દારૂ પીને છાકટાં બનેલા તત્ત્વોએ ધમાલ મચાવતાં દોડધામ