માતાના એક્ટિવાને સ્કૂલની બસે ટક્કર મારતાં ૮ વર્ષનાં પુત્રનું મોત

476

દહેગામ શહેરમાં દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક શુક્રવારે સવારે બીજી સ્કુલની બસે પાછળથી ઠોકર માર્યાના પગલે એકટિવા સ્કૂટર પર સવાર મહિલા અને ૯ વર્ષનો બાળક રોડ પર પટકાવાના પગલે માથામાં ગંભીર જા થવાથી બાળકનું કરૂણ મૃત્યુ થયુ હતુ. સ્કૂટર સવાર મહિલા તેના એકના એક પુત્રને દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલ પર મુકવા આવી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. ઇજા થવાના પગેલ બેભાન બની ગયેલા બાળકને તાત્કાલિક સરકારી દવાખાને લઇ જવાયો ત્યારે ફરજ પરના તબિબે તેને નિષ્પ્રણ જાહેર કર્યો હતો. વ્હાલસોયો પુત્ર ગુમાવનાર માતા આ બનાવના પગલે અવાચક થઇ ગઇ હતી. મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ જવા સાથે વેપારી આલમમાં અરેરાટી ફેલાઇ હતી. સ્કૂલ બસનો ચાલક અકસ્માત સજીર્ને બસ લઇને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. પોલીસે આ બનાવ સંબંધે મૃતક બાળકના કાકાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દહેગામમાં મારૂતિ ફલોરા ખાતે રહેતા અને જલારામ ફેશન વેર નામની દુકાન ધરાવતા અમિતભાઇ જયંતિભાઇ ઠક્કરના નવ વર્ષનો એકનો એક પુત્ર શુભમ શહેરની દહેગામ ઇન્ટરનેશનલ સ્કુલના ધોરણ ૩માં અભ્યાસ કરે છે. શુભમને તેની માતા મિત્તલબેન સવારે એકટીવા પર પાછળ બેસાડી સ્કુલે મુકવા જઇ રહ્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ સ્કુલ નજીક પહોંચ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અંગે મૃતક શુભમના કાકા પ્રફુલભાઇએ અકસ્માત કરી નાસી છુટનાર બસ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મીતલબેનની પાછળથી આવી રહેલી ઝી સ્કુલની જીજે૧૮ એઝેડ ૭૦૬૫ના બસના ચાલકે એકટીવાને બસનું પાછળનું પડખું અડાડી દેતા મહિલા બેલેન્સ ગુમાવીને નીચે પડી ગયા હતા અને શુભમ પણ પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં હજુ રોડ ધમધમતા થયા ન હતા અને બાળકોને શાળામાં પહોંચાડવાનો સમય હોવાથી અકસ્માત સર્જનાર બસ ચાલકને કોઇ પડકારનારૂ પણ ન હતું.

Previous articleગાંધીનગરથી ચોરેય યુવકો ચોટીલા જવાનું કહી નીકળ્યા હતા, ત્રણ યુવકે હત્યા કરી
Next articleજિલ્લાના ચાર તાલુકામાં બેથી ત્રણ ઇંચ વરસાદ