ગાંધીનગરથી ચોરેય યુવકો ચોટીલા જવાનું કહી નીકળ્યા હતા, ત્રણ યુવકે હત્યા કરી

1895

મૂળી તાલુકાનાં જશાપર ગામપાસે મોડી રાત્રે ગાંધીનગરનાં યુવાનની તિક્ષ્ણલ હથીયારનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી ત્રણ યુવાનો કાર લઇ ફરાર થતા પોલીસ દોડતી થઇ હતી. જેમાં પોલીસે એક આરોપીને ઝડપી અન્ય બે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જયારે હત્યા આડાસંબધમાં થયાનું ખુલવા પામ્યુ છે.

મૂળી તાલુકામાં મારામારી લુંટ હત્યાજેવા બનાવો ખુબજ બની રહ્યા છે. ત્યારે મૂળ દેત્રોજનાં શિહોર ગામે રહેતા અને હાલ ગાંધીનગર સેક્ટર ૧૪માં રહેતા અને પશુપાલન વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ બળદેવભાઇ રાવલનાં ભત્રીજા લલીતભાઇ ઉર્ફે ટીનો છેલ્લા ધણા સમયથી તેમના ભેગો જ રહેતો હતો. અને ઇકોકાર ચાલવી પોતાનુ ગુજરાન ચલાવતો હતો જેને બાજુમાં રહેતા પ્રવિણા બેન સાથે આડા સંબધો હોવાથી તેમનો દિકરો કુલદિપસિંહ દિપકસિંહ મકવાણા તથા તેમના બે મિત્રો નરેન્દ્રસિંહ વાધેલા અને હર્ષદભાઇ ઠાકોર ચારેય જણા ગુરૂવારે ચોટીલા જવાનુ કહી ધરેથી નિકળ્યા હતા. બાદમાં મોડી સાંજે મૂળી સુરેન્દ્રનગર રોડ પર બોલાચાલી કરી માથામાં તેમજ ગળાનાં ભાગે તિક્ષણ હથિયારનાં ધા મારી મોતને ઘાટ ઉતારી ત્રણેય યુવાનો ઇકોકાર લઇ ભાગી છુટતા પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ પીએસઆઇ એમ. એમ. ઠાકોરે શરૂ કરી છે.

જશાપર પાસે મોડીરાત્રે ઇકોકારમાં ધાતક હથિયાર દ્વારા હુમલો કરાયા બાદ આસપાસનાં ખેડૂતોએ સ્થળ પર જઇ તપાસ કરતા ત્રણેય યુવાનો કાર લઇ ભાગતા પોલીસે પાછળ કાર દોડાવી હતી. જેથી બાદમાં કાર મુકી આરોપી ભાગતા તેમની પાછળ પોલીસે ફિલ્મી ઢબે પાછળ પડી એક આરોપીને ઝડપી લીધાનુ ખાનગી સુત્રો જણાવી રહ્યા છે.

મૃતક લલિતને ઇજા પહોંચી તે દરમિયાન તે કારમાંથી આરોપીથી બચવા અંદાજે ૧૦૦ મીટર જેટલો ભાગ્યો હતો. પરંતુ વધારે લોહી વહી જવાથી રોડની સાઇડમાં યુવાન ઢળી પડતા થોડીવાર માટે અંધારામાં લાશને ગોતવી પડી હતી.

Previous articleઅમદાવાદના બોપલમાં બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ૪ સભ્યોના મોત
Next articleમાતાના એક્ટિવાને સ્કૂલની બસે ટક્કર મારતાં ૮ વર્ષનાં પુત્રનું મોત