અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલીઃ ચારેબાજુ ખાડા જ ખાડા

583

મેગા સિટી અમદાવાદ એક વરસાદમાં જ ખાડાબાદ બની ગયું છે. ગઈરાત્રે વરસેલા વરસાદ બાદ શહેરમાં તંત્રની પોલ ખુલી ગઇ છે. સમગ્ર શહેરમાં મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. ચારે બાજુ અમદાવાદ ખાડાબાદ બની ગયું છે.

માત્ર પાંચ ઇંચ વરસાદમાં જ અમદાવાદના રસ્તાઓ ધોવાઇ ગયા છે. અમદાવાદના રસ્તાઓ વાહનચાલકો માટે ડિસ્કો રોડ બની ગયા છે.  શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર ખાડા પડ્યા છે. ડ્રાઇવ ઇન, મેમનગર, નારણપુરામાં રસ્તાઓ ધોવાઇ ગયા છે.  જ્યારે ઘોટલોડિયા, સોલા અને સેટેલાઇટ જેવો પોશ વિસ્તારોમાં પણ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. તો રાણીપ, વાડજ, શાહીબાગ, વાસણા, જીવરાજપાર્ક અને વેજલપુરમાં રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. જ્યારે સમાન્ય વરસાદમાં પણ અમદાવાદના બાપુનગર, રખિયાલ, ગોમતીપુર અને મણીનગરમાં રસ્તાઓ પર પણ ખાડા પડી ગયા છે.માત્ર પાંચ ઇંચ વરસાદમાં જ જો અમદાવાદની આવી હાલત થતી હોય તો જો અતિભારે વરસાદ થાય તો શહેરનું શું થાય? પાંચ ઇંચ વરસાદે તંત્રના બધા દાવાઓ પોકળ સાબિત કર્યા છે. ચારે બાજુ પડેલા ખાડા તંત્રની પોલ ખુલી પાડવાના પૂરાવા પુરા પાડે છે.

Previous articleડેમના દરવાજા ખોલાયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૨૫૦૦૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી
Next articleટ્રેક્ટર સાથે તણાયેલા ૬ લોકોના મૃતદેહ મળ્યા,૧ની શોધખોળ ચાલુ