શ્રાવણ મહિનાનાં બીજા સોમવારે નીતિન પટેલ સહપરિવાર સાથે સોમનાથ પહોંચ્યા

474

શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણ મહિનામાં સોમવારનું અનોખું મહત્વ હોય છે, જેના કારણે રાજ્યના તમામ શિવાલયો ભક્તોથી ઉભરાય છે. શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો.

સોમનાથ મંદિરમાં સોમવારે અનોખી રીતે શિવદાદાની પુજા કરવામાં આવે છે. વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા હતા. જેના કારણે સવારની આરતીનો લ્હાવો લેવા માટે દર્શનાર્થીઓની દોઢેક કી.મી.ની લાંબી કતાર જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના ડેપ્યૂટી સીએમ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર સાથે સોમનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. નીતિન પટેલે સહપરિવાર સાથે સોમનાથ મંદિરમાં પ્રાતઃ આરતીનો લ્હાવો લીધો હતો.મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.

શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને શ્રાવણના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વાગ્યાથી જ ખોલી દેવાયા હતા.

સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ અંદાજે દોઢેક કી.મી લાંબી દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર પ્રાતઃ આરતીમાં જોડાયા હતા અને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને જોતા સોમનાથમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભક્તોની ભીડ એટલી છે કે સોમનાથ બસ સ્ટેશનની બહારથી લઈને મંદિરના પગથિયા સુધી ભક્તોની ભીડ ઉમટી પડી છે.

Previous articleજીઓ ગીગાફાઇબરની લોન્ચિંગ પાંચમીએ કરાશે
Next articleએરપોર્ટ પર નહિ ભરાય પાણી, ભૂલકાઓએ તૈયાર કર્યો પ્રોજેક્ટ