રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ જાહેર, ગુજરાતના ૧૩ પોલીસ અધિકારી-જવાનોને ચંદ્રક એનાયત કરાશે

719

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ૧૩ પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા છે.જેમાં અમદાવાદ ટ્રાફિક-મ્ ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી આકશ મનહરભાઈ પટેલથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતાપજી સુખાજી ચૌહાણ સહિત ૧૩ પોલીસ કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આઈબીના પીઆઈ શૈલેષ રાવલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

Previous articleપાટણના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખ પડાવનાર યુવતી સહિત ૭ને પોલીસે દબોચી લીધા
Next articleચુસ્ત સલામતી સાથે આજે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે